Not Set/ વડોદરામાં બ્લેક ફંગસ બાદ હવે વ્હાઇટ ફંગસનો ખતરો, એસ્પરજીલોસિસના સામે આવ્યા 3 દર્દીઓ

ગુજરાતના વિવિધ શહેરોમાં મ્યુકરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસની સાથે સાથે હવે વ્હાઈટ ફંગસના કેસ પણ સામે આવ્યા છે. એવામાં વડોદરા શહેરની સયાજી. હોસ્પિટલમાં પણ વ્હાઈટ ફંગસના ત્રણ કેસ નોંધાયા છે.

Gujarat Vadodara

ગુજરાતના વિવિધ શહેરોમાં મ્યુકરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસની સાથે સાથે હવે વ્હાઈટ ફંગસના કેસ પણ સામે આવ્યા છે. એવામાં વડોદરા શહેરની સયાજી. હોસ્પિટલમાં પણ વ્હાઈટ ફંગસના ત્રણ કેસ નોંધાયા છે. જેમાં એક દર્દીના નાકમાંથી ફંગસ દૂર કરવામાં આવી છે. બીજી તરફ, સોમવારે મ્યુકોરમાઇકોસિસના 19 નવા કેસ નોંધાયા હતા.

વડોદરામાં મ્યુકોરમાઈકોસિસ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના 3 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા દોઢ મહિનાથી દર્દીઓ સારવાર હેઠળ હતા. દર્દીઓએ કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસને હરાવ્યો છે. ભરૂચ, અંકલેશ્વર અને વડોદરાના 3 મહિલા દર્દીઓએ મ્યુકોરમાઈકોસિસસને હરાવ્યો છે.

આ પણ વાંચો :અમદાવાદના વેજલપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં ભીષણ આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ

નઝમા પટેલ, રજનીબેન વાડેકર અને દર્શના પટેલે મ્યુકોરમાઈકોસિસને માત આપી છે. છેલ્લા એક દોઢ મહિનાથી દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. કોરોના થયા બાદ મ્યુકોરમાઈકોસિસસનો રોગ થયો હતો. 57 વર્ષીય રજનીબેન પટેલની તો આંખ પણ કાઢવી પડી છતાં મ્યુકોરમાઈકોસિસસને હરાવ્યો છે. રજનીબેન પટેલે જણાવ્યું હતું કે, મ્યુકોરમાઈકોસિસસથી ડરવું નહિ પણ સમયસર સારવાર કરાવો તે જરૂરી છે.

આ પણ વાંચો : માતાના નિધનની ખબર પડ્યા બાદ પણ એમ્બ્યુલન્સ ડ્રાઈવરે કર્યું પોતાનું કામ, 15 દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડ્યા બાદ….

સતત સાયનસ અને નાકની સાફ સફાઈ કરવી પડે છે. આ વાઈરસ વાતાવરણ હોય છે જે નાકમાં કેવી રીતે પ્રસરે છે તેની હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. જે દર્દીઓના ડાયાબિટીસ હોય, કોવિડની ટ્રીટમેન્ટમાં સ્ટિરોઈડનો વધુ પડતો ઉપયોગ કરાયો હોય, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાયા હોય, કેન્સરની બિમારી હોય તથા રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા દર્દીઓને વ્હાઈટ ફંગસ થવાની શક્યતાઓ વધુ હોય છે. આ ફંગલની ટ્રીટમેન્ટમાં શરૂમાં એન્ટીફંગલ દવાઓ આપવામાં આવે છે.

વ્હાઇટ ફંગસની

આ પણ વાંચો :અમરેલીના પીપાવાવમાં કોસ્ટગાર્ડ જવાનોનું રેસ્ક્યુ ઓપરેશન, બચાવ્યા 22 માછીમારોને

ઉપરાંત તેના માટે વેરીકોનાઝોલ ઈન્જેક્શન પણ આપવામાં આવે છે. જે હાલ શહેરમાં જથ્થો ન હોવાને કારણે મ્યુકરમાઈકોસિસની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઈન્જેક્શનથી સારવાર કરવામાં આવી રહી છે. કેન્ડીયાલિસીસ વ્હાઈટ ફંગસ જોવા મળે છે. જે શહેરમાં હજુ સુધી નોંધાઈ નથી. આ કેન્ડીયાલિસીસ ઓરલમાં એટલે કે મોઢાના ભાગમાં થાય છે જે નોર્મલ છે. જેને સહેલાઈથી દૂર કરી શકાય છે.