ગુજરાત કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. શહેર કરતા ગામડાઓની સ્થિતિ વધુ ચિંતાજનક છે. આ સંજોગોમાં અમદાવાદની સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ ( SGVP) સંસ્થાના અધ્યક્ષ માધવપ્રિયદાસજીના નેતૃત્વમાં સેવકોએ ગુજરાતના છેવાડાના ગામ સુધી આયુર્વેદ દવાનું વિનામૂલ્યે વિતરણ કરી જન સેવા એ જ પ્રભુ સેવાને સાર્થક કરી છે. ગુજરાતના 100 કરતાં વધુ ગામોમાં 6000થી વઘુ આયુર્વેદ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં જયારે કોરોનાનો કહેર છે તેવામાં ઘણી સંસ્થાઓ આગળ આવી છે. તેવામાં સ્વામીશ્રી માધવપ્રિયદાસજીના માર્ગદર્શન હેઠળ SGVP હેલિસ્ટિક હોસ્પિટલના નિષ્ણાંત વૈધો દ્વારા રોગ પ્રતિકારક ઈમ્યુનિટી વધારનારી આયુર્વેદ કીટ તૈયાર કરવામાં આવી છે. સાથે જ કોરોના કાળ દરમિયાન સંસ્થા દ્વારા જરૂરિયાત મંદને સહાય કરીને સેવા આપી છે.

આ પણ વાંચો :36 શહેરોમાં રાત્રિ કર્ફયૂનાં સમયમાં ફેરફાર, જાણો કેટલા વાગ્યાથી લાગુ થશે
આ આયુર્વેદ કીટને Sgvp હેલિસ્ટિક હોસ્પિટલના નિષ્ણાંત વૈધો દ્વારા તૈયાર કરવામાં આવી છે. આયુર્વેદ દવાનું દરેક પ્રકારે નિરીક્ષણ કરીને ભારત સરકારના આયુષમંત્રાલયની ગાઈડલાઈન્સ દ્વારા આ આયુર્વેદ દવા બનાવામાં આવે છે. આ આયુર્વેદ કીટની ૫ પ્રકારની દવા છે તેને અલગ અલગ રીતે ઉપયોગમાં લેવાની હોય છે. આ આયુર્વેદ દવાથી રોગ પ્રતિકારક શક્તિ તથા ઈમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે.

આ પણ વાંચો :શું કોરોનાની રસી લીધા બાદ થઇ જશે વ્યક્તિનું મોત, નોબલ વિજેતા વૈજ્ઞાનિકના દાવાની શું છે હકીકત, જાણો
ગુજરાતમાં કોરોના સમયે આયુર્વેદ કીટનું વિતરણ કરીને ધર્મ સંદેશ સાથે સ્વામિનારાયણ ગુરૂકૂળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ સંસ્થાએ સામાજિક સેવાનું ઉમદા ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. અન્ય ધાર્મિક સંસ્થાઓ માટે આ સંસ્થા પ્રેરક બની છે.
આ પણ વાંચો :કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને બદલી નાખ્યું, વેક્સિન સૌથી પ્રમુખ હથિયાર : PM મોદી

