ભાવ વધારો/ 1 જૂનથી હવે હવાઈ મુસાફરી બનશે મોંઘી, જાણો કેટલા થશે ટિકિટના ભાવ

કોરોના વાયરસની  આ બીજી લહેર લોકોના સ્વાસ્થ્ય માટે ખુબ જ  ઘાતક સાબિત થતી જોવા મળી રહી છે  . તેમજ   લોકોને આર્થિક રીતે પણ પાયમાલ  કરતી જોવા મળી રહી છે . આવી સ્થિતિમાં હવે ઘરેલૂ હવાઇ યાત્રા મોંઘી થવા જઇ રહી છે. ત્યારે પહેલી જૂનથી સ્થાનિક હવાઈ મુસાફરી કરવી હશે તો લોકોને વધારે પૈસા ખર્ચવા પડશે. […]

Business

કોરોના વાયરસની  આ બીજી લહેર લોકોના સ્વાસ્થ્ય માટે ખુબ જ  ઘાતક સાબિત થતી જોવા મળી રહી છે  . તેમજ   લોકોને આર્થિક રીતે પણ પાયમાલ  કરતી જોવા મળી રહી છે . આવી સ્થિતિમાં હવે ઘરેલૂ હવાઇ યાત્રા મોંઘી થવા જઇ રહી છે. ત્યારે પહેલી જૂનથી સ્થાનિક હવાઈ મુસાફરી કરવી હશે તો લોકોને વધારે પૈસા ખર્ચવા પડશે. સરકારે હવાઇ ભાડાની નીચલી સીમામાં 13થી 16 ટકાનો વધારો કર્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયએ જારી કરેલા સત્તાવાર આદેશમાં તે કહેવામાં આવ્યું છે. હવાઇ યાત્રાના ભાડામાં આ વધારો 1 જૂનથી લાગુ થશે. હવાઇ ભાડાની મહત્તમ સીમાને જો કે પૂર્વવત રાખી છે.

સરકારના આ પગલાથી એરલાઇન કંપનીઓને મદદ મળશે. કોવિડ 19ની બીજી લહેરના કારણે હવાઇ યાત્રાની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જેની આવક ઘટી છે. દેશમાં હવાઇ ઉડાન અવધિના આધારે હવાઇ યાત્રા ભાડાની નીચલી અને મહત્તમ સીમા નક્કી કરવામાં આવી છે. આ સીમા ગત વર્ષે બે મહિના ચાલેલા લોકડાઉનના 25મેએ ખુલવા સમયે નક્કીક કરવામાં આવી હતી.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જારી કરેલા સત્તાવાર આદેશમાં કહ્યું કે 40 મિનિટ સુધીની અવધિની હવાઇ ઉડાન માટે ભાડાની નીચલી સીમા 2300 રૂપિયાથી વધારીને 2600 રૂપિયા કરવામાં આવી છે જેમાં 13 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ જ રીતે 40 મિનિટથી લઇને 60 મિનિટની ઉડાન અવધિ માટે ભાડાની નીચલી સીમા 2900 રૂપિયાના બદલે હવે 3300 રૂપિયા પ્રતિ વ્યક્તિ હશે.