લોકપ્રિય ટીવી શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં નૈતિક સિંઘાનિયાની ભૂમિકા ભજવીને લોકપ્રિય થયેલા ટીવી અભિનેતા કરણ મેહરાની સોમવારે રાતે પોલીસે ધરપકડ કરી. કરણ મેહરાની પત્ની અને અભિનેત્રી નીશા રાવલે કરણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ ગત રાતે મુંબઈ પોલીસે તેની ધરપકડ કરી. જેબાદ તેને જામીન મળ્યા હતા. જેલમાંથી બહાર આવીને કરણ મેહરાએ આ મામલે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. જે બાદ હવે નિશા રાવલ આ મામલે ખુલાસો કર્યો છે.
નિશા રાવલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આનું કારણ કરણનું એક્સ્ટ્રા મેરીટલ અફેયર છે, નિશાના કહેવા મુજબ કરણનું અફેર બીજી છોકરી સાથે ચાલી રહ્યું હતું, જેને નિશાએ રંગે હાથ પકડ્યો હતો. તેણે પોતાના પતિની છબી બચાવવા માટે મોં ખોલ્યું નહીં, પરંતુ મામલો છૂટાછેડા સુધી પહોંચ્યો, ત્યારબાદ કરણ અને નિશાના સંબંધો તૂટી ગયા અને બંને એક જ ઘરમાં જુદા જુદા બેડરૂમમાં રહેતા હતા.
નિશાએ કરણ પર લગાવ્યા ગંભીર આરોપો
નિશાએ કહ્યું કે તે છૂટાછેડા માટે સહમત છે પરંતુ કરણનું વર્તન ખૂબ ખરાબ હતું. નિશાએ કરણ પર લગ્નની જવેલરી વેચવાનો પણ આરોપ લગાવ્યો, નિશાએ કહ્યું કે તે બાળકની જવાબદારીથી પણ ભાગી રહ્યો છે. નિશાએ જણાવ્યું કે કરણે તેની ઉપર હુમલો કર્યો હતો અને તેણે મીડિયામાં પોતાની ઈજાગ્રસ્ત તસવીરો પણ શેર કરી હતી.
નિશાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તે દિવસે રાત્રે તેણે કરણ સાથે તેના સંબંધો અને ભાવિ વિશે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને તે ઉભો થઈ ગયો હતો, નિશાને વિચાર આવ્યો કે તે ઉભો થઈને જતો રહ્યો છે પણ તે પાછો આવ્યો અને તેનું માથું પકડી લીધું. દિવાલ પર પછાડ્યુ જેના કારણે લોહી વહેવા લાગ્યું, ત્યારબાદ નિશાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. તે સમયે ઘરે અન્ય લોકો પણ હતા. કરણે નિશાનું ગળું પણ દબાવવાની કોશિશ કરી હતી.
જાણો કરણે શું કહ્યું હતું…..
કરણે જણાવ્યું કે, આ ખુબ જ દુઃખની વાત છે કે લગ્નના આટલાં વર્ષો બાદ આ બધું થઈ રહ્યું છે. અમે છેલ્લા એક મહિનાથી આ અંગે વાત કરી રહ્યા હતા. કેમ કે છેલ્લા ઘણા સમયથી અમારા વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું ન હતું. અમે વિચારી રહ્યા હતા કે શું કરવું જોઈએ, જુદા પડી જવું જોઈએ કે… અમે તેનો ઉકેલ લાવવા પ્રયાસ કરી રહ્યા હતા. જેને લઈ નિશાનો ભાઈ રોહિત સેઠી પણ ઘરે આવેલો હતો. બાદમાં તેઓએ છૂટાછેડા માટે રકમની માગણી કરી હતી જે ખુબ જ વધારે હતી. મેં કહ્યું આટલા પૈસા આપવા મારા માટે શક્ય નથી.
ગત રાત્રિએ પણ અમારી આ બાબતે વાત થઈ રહી હતી. તે રાત્રે 10 વાગ્યે અમારા ઘરે આવ્યો હતો. જ્યારે મેં તેને કહ્યું કે, આટલાં પૈસા આપવા મારા માટે શક્ય નથી, તો તેણે કહ્યું કે પછી આપણે કાયદાકીય રીતે જ આગળ વધવું જોઈએ. જે બાદ હું મારા રૂમમાં જઈ મારી માતા સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે જ નિશા મારા રૂમમાં આવી અને મારા માતા-પિતા અને ભાઈને ગાળો આપવા લાગી. તે જોર જોરથી ચીસો પાડી રહી હતી. એટલું જ નહીં તે મારા પર થૂંકી અને ધમકી આપી કે જો હવે હું શું કરું છું. જે બાદ તે બહાર ગઈ અને દિવાલ સાથે માથું પછાડ્યું હતું અને બધાને કહ્યું કે, મેં તેની સાથે આમ કર્યું છે.