tamil nadu news/ એક્સ-ગર્લફ્રેન્ડ વિશે માહિતી મેળવવા યુવકે કર્યા 97 RTI, પૂછ્યા 1887 સવાલો

તમિલનાડુના વિલ્લુપુરમમાં એક યુવકે પોતાની એક્સ-ગર્લફ્રેન્ડ અંગે માહિતી મેળવવા માટે 97 RTI અરજીમાં 1,887 સવાલો પૂછ્યા. માહિતી આયોગે અરજીઓ ફગાવીને કડક ચેતવણી આપી.

India Trending
Tamil Nadu RTI News: યુવકે 97 RTIમાં પૂછ્યા 1887 સવાલ, કમિશનરે લગાવી કડક ફટકાર

Tamil Nadu News: તમિલનાડુ આરટીઆઈ (RTI) સમાચાર (Tamil Nadu RTI News) માં તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકે પોતાની એક્સ-ગર્લફ્રેન્ડ વિશે માહિતી મેળવવા માટે પોલીસ વિભાગમાં એક-બે નહીં પરંતુ 97 RTI અરજીઓ દાખલ કરી હતી. આ અરજીઓમાં તેણે કુલ 1,887 સવાલો પૂછ્યા હતા.

યુવકે પોતાની પૂર્વ પ્રેમિકા અંગે અનેક પ્રકારની વ્યક્તિગત માહિતી માંગવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં તે અન્ય કોઈ વ્યક્તિ સાથે સંબંધમાં છે કે નહીં, તેણે કેટલા પુરુષો સાથે સંબંધ રાખ્યો હતો, તે પરિણીત છે કે નહીં, ક્યાં રહે છે અને ક્યાં કામ કરે છે જેવા સવાલોનો સમાવેશ થતો હતો.

આ પ્રકારની અરજીઓથી તમિલનાડુ માહિતી આયોગના માહિતી કમિશનર વીપી આર એલમપરિથી નારાજ થયા હતા. તેમણે યુવકની અરજીઓ ફગાવી દેતા તેને કડક ચેતવણી પણ આપી હતી.

શું છે સમગ્ર મામલો?

Tamil Nadu RTI News: યુવકે 97 RTIમાં પૂછ્યા 1887 સવાલ, કમિશનરે લગાવી કડક ફટકાર
Tamil Nadu RTI News: યુવકે 97 RTIમાં પૂછ્યા 1887 સવાલ, કમિશનરે લગાવી કડક ફટકાર

કેસ સાથે જોડાયેલી માહિતી અનુસાર, વિલ્લુપુરમના એ. સંતોષ વર્ષ 2024માં પોતાની કોલેજની એક યુવતી સાથે સંબંધમાં હતો. કોલેજનો અભ્યાસ પૂર્ણ થયા બાદ બંનેનું બ્રેકઅપ થયું હતું.

બ્રેકઅપ બાદ યુવક દ્વારા ફોન કોલ અને સોશિયલ મીડિયા મારફતે યુવતીને પરેશાન કરવામાં આવતી હોવાનો આરોપ છે. આ પરિસ્થિતિથી કંટાળીને યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને જૂન 2025માં તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

Tamil Nadu Harassment Case માં યુવતીએ બાદમાં સંતોષ વિરુદ્ધ હેરાનગતિ અંગે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. તેણે પોતાની ફરિયાદની એક નકલ પોલીસને આપી હતી.

પોલીસ ફરિયાદ બાદ RTI અરજીઓનો સિલસિલો

પોલીસ તરફથી ફરિયાદ અંગે તપાસ કરવામાં આવ્યા બાદ સંતોષે પોલીસ સ્ટેશનમાં અરજીઓ દ્વારા સવાલો પૂછવાનું શરૂ કર્યું હતું. તેણે એક પછી એક અનેક અરજીઓ દાખલ કરી અને તેમાં મોટી સંખ્યામાં સવાલો કર્યા.

એક જ (RTI) અરજીમાં તેણે 179 સવાલો પૂછ્યા હતા. તેમાં 68 સવાલો ચોક્કસ તારીખોના (CCTV )ફૂટેજ સાથે સંબંધિત હતા. જોકે, બાકીના સવાલો યુવતીના અંગત જીવન સાથે જોડાયેલા હોવાનું પોલીસ તરફથી માહિતી આયોગને જણાવાયું હતું.

યુવકે યુવતી જીવિત છે કે નહીં અને તેના કેટલા પુરુષો સાથે સંબંધ રહ્યા છે જેવા અંગત સવાલો પણ RTI મારફતે પૂછ્યા હતા. આ ઉપરાંત તેણે યુવતીની તસવીર અંગે પણ માહિતી માંગવાનો પ્રયાસ કર્યો હતો.

માહિતી આયોગે લગાવી કડક ફટકાર

આ સમગ્ર મામલાની સુનાવણી દરમિયાન માહિતી કમિશનર વીપી આર એલમપરિથીએ કાયદાના ઉપયોગ અને દુરુપયોગ અંગે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી.

માહિતી કમિશનરે કહ્યું કે  અધિનિયમ સામાન્ય નાગરિકો માટે એક શક્તિશાળી સાધન છે. તેનો ઉપયોગ ભ્રષ્ટાચાર બહાર લાવવા અને નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવા માટે અસરકારક રીતે થઈ શકે છે.

પરંતુ આ કેસમાં નો ઉપયોગ વ્યક્તિગત જીવનમાં દખલ કરવા માટે કરવામાં આવ્યો હોવાનું કમિશનરે નોંધ્યું હતું. RTI Act Misuse અંગે ટિપ્પણી કરતાં તેમણે 1,887 સવાલો અને 97 અરજીઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે અધિનિયમના દુરુપયોગનું આ એક ગંભીર ઉદાહરણ છે.

આગળ આવી અરજી કરશો તો કાઉન્સેલિંગની ચેતવણી

સુનાવણી દરમિયાન સંતોષ પોતે તમિલનાડુ માહિતી આયોગ સમક્ષ હાજર થયો હતો અને પોતાની તરફથી દલીલો રજૂ કરી હતી.

માહિતી કમિશનરેતેને ચેતવણી આપતા કહ્યું કે જો ભવિષ્યમાં પણ કાયદાનો અનાદર કરતી અને આ પ્રકારની બિનજરૂરી અરજીઓ કરવામાં આવશે તો આયોગને તેને મેડિકલ કાઉન્સેલિંગ માટે મોકલવાની ફરજ પડી શકેછે.

આયોગે સંતોષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓને ફગાવી દીધી હતી. સંતોષે ન્યાય મેળવવા માટે કોર્ટનો દરવાજો ખટખટાવવાની વાત કરી હતી. ત્યારબાદ આયોગે મામલો બંધ કરી દીધો હતો.

આ કેસે ફરી એકવાર સવાલ ઊભો કર્યો છે કે નાગરિકોના માહિતી મેળવવાના અધિકાર માટે બનાવવામાં આવેલા  કાયદાનો ઉપયોગ વ્યક્તિગત દુશ્મની અથવા કોઈની ખાનગી જિંદગીમાં દખલ કરવા માટે ન થવો જોઈએ.


આ પણ વાંચો:RTI ના અંતર્ગત પ્રશ્નાર્થ પર સંશોધકને ભારતીય નાગરિકતા સાબિત કરવા જણાવવામાં આવ્યું

આ પણ વાંચો:NRI ને RTI નો અધિકાર, પણ OCI-PIO ને કેમ નહીં? 2010ના સરકારી રેકોર્ડમાંથી મોટો ખુલાસો

આ પણ વાંચો:‘મોદી સરકાર RTI ને નબળી કરી રહી છે’, ખડગેએ કહ્યું- અમે લોકોના અધિકારોના રક્ષણ માટે સરકાર સામે લડતા રહીશું