અમદાવાદ/ શહેરના રોડ ઉપર AMTS-BRTS બસો દોડતા, પહેલા જ દિવસે 7.02 લાખની આવક થઈ

સમગ્ર રાજય માં આ વખતે કોરોના ની બીજી લહેર ખુબ જ ભયાનક જોવા મળી જોવા મળી હતી. કોરોના કેસ ને નિયંત્રણમાં લાવવા માટે સરકાર અથાગ પ્રયત્નો કરતી જોવા મળી રહી છે.જેમના કારણે અમદાવાદ શહેરમાં કોરોના મહામારીના કારણે તકેદારીના ભાગરૂપે છેલ્લા ત્રણ મહિનાથી AMTS અને BRTSની બસો બંધ કરવામાં આવી હતી .  સંક્રમણ ઘટતાં જ   અમદાવાદ […]

Ahmedabad Gujarat

સમગ્ર રાજય માં આ વખતે કોરોના ની બીજી લહેર ખુબ જ ભયાનક જોવા મળી જોવા મળી હતી. કોરોના કેસ ને નિયંત્રણમાં લાવવા માટે સરકાર અથાગ પ્રયત્નો કરતી જોવા મળી રહી છે.જેમના કારણે અમદાવાદ શહેરમાં કોરોના મહામારીના કારણે તકેદારીના ભાગરૂપે છેલ્લા ત્રણ મહિનાથી AMTS અને BRTSની બસો બંધ કરવામાં આવી હતી .  સંક્રમણ ઘટતાં જ   અમદાવાદ શહેર ના રોડ ઉપર AMTS અને BRTSની બસો  દોડતી જોવા મળી હતી .જેમાં અનેક મુસાફરો એ મુસાફરી કરી હતી .અનેક નોકરિયાતો એ હાશકારો  અનુભવ્યો હતો .જેમાં  મ્યુનિ. કોર્પોરેશનને પ્રથમ દિવસે રૂ.7.02 લાખની આવક થઈ હતી.  AMTSની બસોમાં 44,731 મુસાફરો અને BRTSની બસોમાં 28,263 મુસાફરોએ લાભ લીધો હતો.

MTSના ચેરમેન વલ્લભભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિના બાદ AMTS અને BRTS શરૂ થતાં  નાગરિકોએ લાભ લીધો હતો.

જેમાં પહેલા જ  દિવસે AMTSને 3.45 લાખ આવક થઈ હતી. જ્યારે BRTSને 3.57 લાખ આવક થઈ હતી. AMTSની 300 બસમાં 44,731 મુસાફરોએ મુસાફરી કરી હતા જેમાં 3.45 લાખ આવક થઈ હતી. જ્યારે BRTSમાં 28,263 મુસાફરોએ મુસાફરી કરતા 3.57 લાખ આવક થઈ હતી.