રાજકોટ જિલ્લામાં વધી રહેલા સંક્રમણને પગલે જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા વેક્સિનેશનનું પ્રમાણ વધારવા માટે 6 મહાનગર પાલિકાઓમાં જાહેરનમું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં સ્પષ્ટપણે વેક્સિન મુકાવા માટે સૂચના આપવામાં આવી છે. અને રાજકોટ જિલ્લામાં જેણે વેક્સિન નહીં લીધી હોય તેમણે કોવીડ નેગેટિવ હોવાનો 10 દિવસથી વધુ સમયનો રિપોર્ટ ધંધાના સ્થળે ફરજીયાત પણે સાથે રાખવો પડશે. આ જાહેરનામુ શાકભાજીના ફેરીયા, લારી ગલ્લાવાળા, હોટલ રેસ્ટોરન્ટ, રીક્ષા,ટ્રક-ટેકસીના ડ્રાઇવર-કલીનર,ચા,પાન,હેરસલૂન,સૂથાર,લુહાર,પ્લમ્બર અને ઇલેકટ્રીશ્યન સહિતના તમામને આ જાહેરનામું લાગુ પડશે.
રાજકોટ શહેરમાં તા. 09/06/2021 ના રોજ સાંજ સુધીમાં24 કલાકમાં 2 દર્દીના મોત નીપજ્યા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે.શહેરમાં આજે નવા 27 કેસ નોંધાયા છે.રાજકોટમાં આજે કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 8289 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 1445 સહિત કુલ 9734 નાગરિકોએ રસી લીધી છે.
રાજકોટમાં કોરોના કુલ કેસની સંખ્યા 42431 પર પહોંચી છે. આજે 19 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. હાલ રસીકરણ પુરી માત્રામાં ન થતા હવે જે આરોગ્ય કેન્દ્રમાં સ્લોટ ખાલી હશે ત્યાં જશો તો આરોગ્ય કર્મી રજીસ્ટ્રેશન કરી આપશે અને સ્લોટ બુક કરવાની મદદ કરી ત્યારે જ તમને રસી આપી દેશે.

