ભાવનગર/ પાલીતાણામાં ન.પા.ના ઉપપ્રમુખના પુત્રની ઘાતકી હત્યા, પાઇપ અને છરી વડે 3 શખ્સોએ કર્યો હુમલો

ભાવનગર જિલ્લાના પાલિતાણા ગામે એક યુવાન પર હુમલો ભર બજારમાં જીવલેણ હુમલો એની ઘટના સામે આવી હતી. ઘટનામાં આ યુવાનને છરી અને પાઇપ વડે ઇજા પહોંચાડતા અને ગંભીર હાલતે પ્રથમ પાલીતાણા

Gujarat Others

@અલ્પેશ ડાબી, મંતવ્ય ન્યૂઝ – ભાવનગર 

પાલીતાણામાં ન.પા.ના ઉપપ્રમુખના પુત્રનું મોત
ગઈકાલે અયુબ સૈયદ પર કરાયો હતો હુમલો
ખાનગી હોસ્પિટલમાં આજે સવારે થયું મોત
મોબાઇલ મુદ્દે અમીન દૂધવાળાએ કર્યો હતો હુમલો
પોલીસે હુમલાખોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

ભાવનગર જિલ્લાના પાલિતાણા ગામે એક યુવાન પર હુમલો ભર બજારમાં જીવલેણ હુમલો એની ઘટના સામે આવી હતી. ઘટનામાં આ યુવાનને છરી અને પાઇપ વડે ઇજા પહોંચાડતા અને ગંભીર હાલતે પ્રથમ પાલીતાણા અને બાદમાં ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે રાતે ખસેડાયો હતો. જે ઇજાગ્રસ્ત યુવાન નું ભાવનગર ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આને લઈને પોલીસે 302 નો ગુનો દાખલ કરી હુમલાખોરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી,

આ પણ વાંચો : નિમકનગર જાનૈયાઓને હળવદ નજીક નડ્યો અકસ્માત, 8 ઈજાગ્રસ્ત

ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરના દાણાપીઠ વિસ્તારમાં પાલીતાણા નગરપાલિકાના ઉપપ્રમુખ ઉસ્માનભાઈ સૈયદના પુત્ર સૈયદ પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો કરો એ અયુબ સૈયદ ને કરી અને પાઇપ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી નાસી છૂટયા હતા. જે ઘટનામાં યુવાનને અર્થે પ્રથમ પાલીતાણા બાદમાં વધુ ગંભીર ઇજાઓ જણાતા તત્કાલ ભાવનગર હોસ્પિટલ ખાતે રીફર કરાયો હતો. જ્યાં ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં વહેલી સવારે આ યુવાનનું સ્લીપ થયું હતું.

આ પણ વાંચો : જૂનાગઢ સેન્ટ્રલ જેલમાં કેદીએ કર્યો આપઘાત

સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર થોડા દિવસો પહેલા કાર્ડ પર મોબાઈલ લીધો હતો અને આ મોબાઈલ બંધ પડી જતાં આ મામલે આરોપી અને મરણ જનાર વચ્ચે ઝઘડો થયો હતો. જે ઝઘડાની અદાવત રાખીને એકાદ માસ બાદ આ યુવાને અમીન દૂધવાળા નામના શખ્સે શહેરના દાણાપીઠ વિસ્તારમાં મોટી સંખ્યામાં અવર જવર હોય છે ભરચક વિસ્તારમાં યુવાન પર ત્રણ શખ્સોએ શિક્ષણ હથિયારો અને પાઇપ વડે હુમલો કર્યો હતો.

આ પણ વાંચો : સસરાએ પુત્રવધૂને કહ્યું- બ્લુ ફિલ્મ જો મજા આવશે, નોંધાવી FIR

પાલીતાણા શહેરના દાણાપીઠ વિસ્તારમાં યુવાન પર જીવલેણ હુમલો થયાની ઘટના બનતાની સાથે જ થોડીવાર માટે બજારમાં નાસભાગ મચી જવા પામી હતી. અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઇને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને પોલીસ તંત્રએ પ્રથમ જીવલેણ હુમલો કર્યા અંગેની અને બાદમાં હત્યાની કલમ ઉમેરી હત્યારાઓને ઝડપી પાડવા તરફ ચક્રો ગતિમાન કર્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…