Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ગોંડલ/ વીરપુરના પત્રકારો સાથે ઉદ્ધતાઈ પૂર્વક વર્તન કરનાર ડોકટર તેમજ સ્ટાફ સામે પગલાં ભરવા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર અપાયું

વિશ્વાસ ભોજાણી -મંતવ્ય ન્યુઝ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર (જલારામ)ના પત્રકારોએ ગોંડલ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરને કારણે આશરે બે મહિનાથી જલારામ મંદિર યાત્રાળુઓ માટે બંધ હતું. જે બે દિવસ પહેલા જ દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું છે. ત્યારે સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં […]

June 17, 2021Hemangi jani
Gujarat Others

વિશ્વાસ ભોજાણી -મંતવ્ય ન્યુઝ

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર (જલારામ)ના પત્રકારોએ ગોંડલ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરને કારણે આશરે બે મહિનાથી જલારામ મંદિર યાત્રાળુઓ માટે બંધ હતું. જે બે દિવસ પહેલા જ દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું છે. ત્યારે સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં વેપાર કરતા નાનામોટા બધા જ વેપારીઓને પોતાના ધંધા રોજગાર પર દર દસ દિવસે કોરોનાનો RTPCR નેગેટિવ રિપોર્ટ અથવા તો વેક્સીન ફરજીયાત લઈ વેક્સીન લીધાનું પ્રમાણ પત્ર સાથે રાખીને વેપાર કરી શકે ત્યારે 18 થી 20 હજાર જેટલા લોકોની વસ્તી ધરાવતા યાત્રાધામ વીરપુરમાં વેપારીઓ જ્યારે વેક્સીન લેવા માટે વીરપુરની સરકારી હોસ્પિટલમાં જાય ત્યારે સરકારી હોસ્પિટલના કર્મચારીઓ અહિયાં વેક્સીન નથી તમે રાજકોટ અથવા બીજા કોઈ શહેરમાં જઈને વેક્સીન લઈ લો તેવા ઉડાવ જવાબ આપતા હોવાની ગામલોકોએ અમોને ફરીયાદ કરેલ હતી.

જે અનુસંધાને ગામના જ કેટલાક જાગૃત યુવાનો આ બાબતે સરકારી હોસ્પીટલે રજુઆત કરવા જવાના હોવાની અમોને જાણ કરી હતી. જેથી અમો પત્રકારો અમારી ફરજ મુજબ જાગૃત યુવાનો સાથે સરકારી હોસ્પીટલે જતા હોસ્પીટલમાં વેકસીનની નોંધ કરતાં કોમ્પ્યુટર ઓપરેટર અને ડૉ. ડોડીયાએ ઉડાવ જવાબ આપી જાગૃત યુવાનો સાથે પત્રકારોને પણ હડધૂત કરીને હોસ્પિટલની બહાર નીકળી જાવ તેવુ ઉદ્ધતાય ભર્યું વર્તન કર્યું હતું.

અગાઉ જ્યારે કલેકટર અને એસડીએમ ગોંડલ પત્રકારોને કોરોના વોરીયર્સ ગણીને તેઓને રસીકરણ કરી આપવાનું હોસ્પીટલને જણાવેલ હોવા છતાં પત્રકારો જ્યારે રસી લેવા માટે ગયા ત્યારે કોમ્પ્યુટર ઓપરેટરે રસી આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. અને અધિકારીઓ આદેશનું પણ ઉલ્લંઘન કરેલ હતું. તત્કાલીન સમયે ડો. ડોડીયાએ પણ કોમ્પ્યુટર ઓપરેટરનો પક્ષ લઈ અમોને રસીકરણ કરવાની ના પાડી દીધી હતી. જે અંગે અમોએ આપને રજુઆત પણ કરી હતી. અમારી રજુઆતના અનુસંધાને જ આ કોમ્પ્યુટર ઓપરેટર અને ડૉ. ડોડીયા અમારી સાથે ઉદ્ધતાઈ પૂર્વકનું રાગદ્વેષ ભર્યું વર્તન કરે છે.

જેથી પત્રકારો સાથે વારંવાર અપમાનજનક વર્તન કરનાર કોમ્પ્યુટર ઓપરેટરને છુટા કરવા તેમજ ડોકટર સામે ખાતાકીય પગલાં ભરી તેની બદલી કરવા અંતમાં માંગ કરી હતી.

Post navigation

ચાલુ મેચમાં આ ખેલાડીએ ફીલ્ડરને મારી ઈંટ
ઘુડખર પ્રાણીનો બ્રીડીંગ પિરિયડ શરૂ થતા અભયારણ્ય બંધ

More Posts

Gujarat Weather/ ગુજરાતમાં ઠંડીની જામતી સીઝન, નલિયામાં તાપમાન 12 ડિગ્રી

December 4, 2024jani
રાજકોટ (Rajkot) શહેરમાં અંધશ્રદ્ધા અને ભયનો ફાયદો ઉઠાવી મહિલાના શોષણનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે

Rajkot News/ રાજકોટમાં ભુવાના નામે મહિલાનું શોષણ

May 20, 2026Nikunj Patel

Not Set/ અરવલ્લીમાં કોરોના મહામારી વચ્ચે સી.આર.પાટીલનો કાર્યક્રમ યોજાયો

May 3, 2021May 3, 2021hardik shah

Surendranagar News/ સુરેન્દ્રનગરમાં EDના દરોડામાં 1,500 કરોડનું કૌભાંડ નીકળ્યું, કલેક્ટર સામે શંકાની સોય

December 24, 2025December 24, 2025jani

Gujarat Weather/ ગુજરાતમાં તીવ્ર ગરમીનો પ્રકોપ યથાવત્, આટલા દિવસ IMDએ આપ્યું ઓરેન્જ એલર્ટ

April 28, 2025Komal Patel

શૌચાલયમાં સલુન/ ગ્રેજ્યુટ થયેલ બેરોજગાર યુવકે બંધ પડેલા સામુહિક શૌચાલયમાં શરૂ કર્યું સલૂન, પછી…

August 7, 2022August 7, 2022padma prajay
રાજ્યભરમાં ભાજપે(BJP) મજબૂત પ્રદર્શન કરી વિપક્ષને પાછળ ધકેલી દીધો છે

Gujarat Local Body Election 2026/ ગુજરાતમાં BJPનો દબદબો યથાવત, નોકરી છોડનારા IPS હાર્યા

April 28, 2026Nikunj Patel

Not Set/ હવે, કોંગ્રેસનું ઉપવાસ માટેનું અલ્ટીમેટમ, હાર્દિક સાથે વાટાઘાટો કરવાની ધાનાણીની સરકારને સલાહ

September 6, 2018September 6, 2018Jay Mehta

Banaskantha/ ભાભરના ગોસણ ગામના સરપંચ અને તેમના પરિવાર પર હિંસક હુમલો

February 25, 2024Komal Patel

ડ્રોન/ આણંદના ગામમાં ફરી ડ્રોન દેખાતા ડરનો માહોલ

June 10, 2022padma prajay
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy