ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ માટે જંગ શરૂ થઈ ગયો છે. આ ઐતિહાસિક મેચનો ટોસ ન્યુઝીલેન્ડનાં કેપ્ટન કેન વિલિયમસનની તરફેણમાં રહ્યો છે. તેણે પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે.
કોરોનાની અસર / ધો.10-12નાં ગુજ.બોર્ડનાં રિપિટરોને નહીં મળે માસ પ્રમોશન, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા
ન્યુઝીલેન્ડે પણ તેની અંતિમ 11 સભ્યોની ટીમ જાહેર કરી છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ઓપનર ડેવોન કોનવેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જોકે સમાચારમાં આવેલા ભારતીય મૂળનાં સ્પિનર એજાઝ પટેલની પસંદગી કરવામાં આવી નથી. કેપ્ટન કેન વિલિયમસન અને વિકેટકિપર-બેટ્સમેન બી.જે. વોટલિંગ પણ વાપસી કરી રહ્યા છે. વળી, ભારતીય ટીમે 17 જૂને અંતિમ ટીમની ઘોષણા કરી હતી. પરંતુ મેચનાં પહેલા દિવસે વરસાદથી અંતિમ ઈલેવનમાં ફેરફાર થવાની ધારણા હતી. પરંતુ કેપ્ટન વિરાટ કોહલીએ ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. ટોસ બાદ કોહલીએ કહ્યું હતું કે, ‘અમે કદાચ પહેલા બોલિંગ પસંદ કરી હોત. પરંતુ ફાઇનલમાં બોર્ડ પર રન બનાવવા એ અમારી શક્તિ રહી છે. જેમ કે તમે અમારી ટીમ દેખી છે, સંતુલન એવું છે કે અમે કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહીએ છીએ. અમે ટેસ્ટ ક્રિકેટમાં ખરેખર સારું પ્રદર્શન કરી રહ્યા છીએ. અમારા માટે તે માત્ર એક ટેસ્ટ મેચ છે જેમાં અમારે પ્રોફેશનલ બનવું પડશે, અમારી પ્રક્રિયાઓનું પાલન કરવાનું રહેશે.’
ટીમ ઈન્ડિયાનાં ખેલાડી
Final. India XI: R Sharma, S Gill, V Kohli, C Pujara, A Rahane, R Pant, R Jadeja, R Ashwin, J Bumrah, I Sharma, M Shami https://t.co/CmrtWsugSK #INDvNZ
— BCCI (@BCCI) June 19, 2021
ન્યુઝીલેન્ડનાં ખેલાડી
Final. New Zealand XI: T Latham, D Conway, K Williamson, R Taylor, H Nicholls, BJ Watling, C de Grandhomme, K Jamieson, T Southee, N Wagner, T Boult https://t.co/CmrtWsugSK #INDvNZ
— BCCI (@BCCI) June 19, 2021
બદલી / રાજ્યનાં વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર, મોટી સંખ્યામાં IAS ઓફિસરોની કરાઇ બદલી
આપને જણાવી દઇએ કે, વરસાદને કારણે પ્રથમ દિવસે ટોસનું આયોજન થઈ શક્યું ન હોતું. આ પછી, એવું લાગ્યું કે ભારતીય ટીમ પ્લેઈંગ ઇલેવનમાં ફેરફાર કરી શકે છે, કારણ કે પિચ ઝડપી બોલરો માટે અનુકૂળ હતી. પરંતુ ટીમે ત્રણ ઝડપી બોલરો અને બે સ્પિનરો સાથે જવાનું યોગ્ય માન્યું. બીજી તરફ, ન્યુઝીલેન્ડે તેમના 5 ઝડપી બોલરોને મેદાનમાં ઉતાર્યા છે.

