અમદાવાદ/ રથયાત્રા પૂર્વે હથિયારનો દેખાડો આ શખ્સને પડ્યો ભારે

એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ઓઢવ સિંગરવા શાક માર્કેટ નજીકથી નરેશ મેવાડા નામનાં એક શખ્સને એક દેશી તમંચા અને એક પીસ્ટલ અને 06 કારતૂસ સાથે ઝડપી લેવામાં આવ્યો છે.

Ahmedabad Gujarat

એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ઓઢવ સિંગરવા શાક માર્કેટ નજીકથી નરેશ મેવાડા નામનાં એક શખ્સને એક દેશી તમંચા અને એક પીસ્ટલ અને 06 કારતૂસ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આગમી રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થા ઝળવાઇ રહે તે માટે હથિયારોની હેરાફેરી કરનારા તત્વોને દબોચી લેવામાં આવ્યા છે.

નહી સુધરે / શું જુઠ્ઠુ બોલી રહ્યુ છે ઉ.કોરિયા? WHO ને કહ્યુ- અમારા દેશમાં નથી કોરોનાનો એક પણ કેસ

એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ગિરફતમાં આવેલા શખ્સનું નામ નરેશ મેવાડા છે. આરોપી મૂળ કારીયાણાનો વેપાર કરે છે. અને તેના જ વિસ્તારમાં રહેતા રૂસ્તમમિયાં નામનાં વ્યક્તિએ તેની પાસેથી કારીયાણું ઉધાર પર લીધું હતું. અને તે ભરપાઈ નહિ કરી શકતા નરેશ મેવાડાને હથિયાર આપ્યા હતા. બાદમાં આ નરેશ મેવાડા આ હથિયારનાં ફોટા પાડીને આસપાસમાં બતાડતો હતો કે હથિયાર છે કોઇને કશું કામ કરવું હોય તો કહેજો. SOG ક્રાઇમબ્રાંચની ટીમ આગામી રથયાત્રા અનુસંધાને અસામાજિક તત્વો અને ઘાતકી હથિયારો લઇને ફરતા લોકોને શોધી રહી હતી. તે દરમ્યાનમાં નરેશ મેવાડા પાસે ભારતીય બનાવટની બે પિસ્તોલ અને છ કારતુસ હોવાની માહિતી મળી. જેના આધારે SOGની ટીમે વોચ ગોઠવી હોઠો પાસે આવેલા સિંગરવા શાક માર્કેટ નજીકથી આરોપી નરેશ મેવાડાને બે પિસ્તોલ અને છ જીવતા કારતુસ સાથે ઝડપી પાડયો હતો. આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું કે રુસ્તમ પાસેથી બાકી લેણા ન મળતા તેણે નરેશને રૂપિયાનાં બદલામાં બે પિસ્તોલ અને આ કારતૂસ આપ્યા હતા. એસ.ઓ.જી માં પકડાયેલા આરોપી નરેશ મેવાડાને થયું કે તે આ પિસ્તોલ અને કારતૂસ ઊંચા ભાવે વેચીને નફો મેળવશે. જેથી નરેશ એ અલગ અલગ લોકોને પિસ્તોલ અને કારતૂસ ખરીદવા માટેની વાતો કરી હતી. દરમ્યાન આ બાબતની હકીકત એસઓજી ક્રાઈમ મળતા પોલીસે આરોપીને ગેરકાયદેસર બે પિસ્તોલ અને છ જીવતા કારતુસ સાથે ઝડપી પાડ્યો.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: ભારતથી લઇને અમેેરિકા સુધી આજે તમામ લોકો યોગ દિવસની કરી રહ્યા છે ઉજવણી, Photos

એસ.ઓ.જી ક્રાઇમનાં સકંજામાં ઝડપાયેલો નરેશ મેવાડા જાણતો નહોતો કે તે જે ગેરકાયદેસર હથિયાર વેચવા નીકળ્યો હતો, તેનાથી કેટલાક ગંભીર ગુનાને અંજામ આપી શકાય છે. અને તેમાં પણ જ્યારે રથયાત્રા ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક નરેશની ધરપકડ કરી લીધી. અને સાથે સાથે નરેશને હથિયાર આપનારો રુસ્તમમિયા કે જે મુળ બિહારનો છે તે હથિયાર અને કારતૂસ ક્યાંથી લાવ્યો અને તેની પાછળ તેના શું બદ ઈરાદા છે, તે જાણવા માટે પોલીસે ધરપકડની કવાયત હાથ ધરી છે.