પ્રતિબંધ/ વેક્સિન ન મળી તો બાંગ્લાદેશે હિલ્સા માછલીઓની નિકાસ પર મૂક્યો પ્રતિબંધ

ભારત સરકારે બાંગ્લાદેશમાં કોરોના વેક્સિનનાં નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.

World

ભારત સરકારે બાંગ્લાદેશમાં કોરોના વેક્સિનનાં નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આવી સ્થિતિમાં, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આ કારણે બાંગ્લાદેશ સરકારે પણ હિલ્સા માછલીઓની નિકાસ મર્યાદિત કરી દીધી છે.

OMG! / એક ભંગારવાળાએ ખરીદ્યા ત્રણ હેલિકોપ્ટર, ગામમાં પહોંચતા જ ફોટો પડાવવા થઇ પડાપડી

વિદેશ મંત્રાલયનાં જણાવ્યા મુજબ ભારતે બાંગ્લાદેશમાં એક કરોડથી વધુ વેક્સિન મોકલી હતી, પરંતુ દેશમાં બીજી લહેર દરમ્યાન વેક્સિન ન હોવાને કારણે ભારતે હજી પણ વેક્સિનનાં નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. જેનાથી નારાજ, બાંગ્લાદેશ સરકારે ભારતીઓની પસંદીદા હિલ્સા માછલીની નિકાસ મર્યાદિત કરી હતી. જો કે, બાંગ્લાદેશે ઘણા લાંબા સમયથી હિલ્સાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ ગયા વર્ષે જમાઈ ષષ્ઠી (બંગાળનો ઉત્સવ) નિમિત્તે બાંગ્લાદેશની શેખ હસીના સરકારે 2 ટન હિલ્સા માછલીની નિકાસ માટે વિશેષ મંજૂરી આપી હતી. બાંગ્લાદેશની પદ્મા નદી કે જે અસલમાં ગંગા નદી છે, આ નદીમાં હિલ્સા માછલી જોવા મળે છે, જે બંગાળમાં ખૂબ પસંદ કરવામાં આવે છે.

Interesting / મધ્યરાત્રિએ ઘરમાંથી આવી રહ્યો હતો અવાજ, મહિલાએ જઇને જોયુ તો રસોડામાં ઉભો હતો હાથી

કેટલાક નિષ્ણાતો માને છે કે ભારતે વેક્સિન મોકલી નથી, આ કારણોસર બાંગ્લાદેશે હિલ્સાનાં નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો, તે અનુમાન લગાવવું યોગ્ય નહીં હોય. કારણ કે બંને દેશોનાં સંબંધો હિલ્સા ડિપ્લોમેસી ઉપર ટક્યા નથી. બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી જ્યારે કરાર પર હસ્તાક્ષર કરવા ઢાકા ગયા હતા ત્યારે, તેમણે મજાકમાં બાંગ્લાદેશનાં વડા પ્રધાન શેખ હસીનાને પૂછ્યું હતુ કે, “મેનુમાં હિલ્સાની ઘણી ચીજો શા માટે દેખાઇ રહી છે?” ત્યારે આ સવાલ પર હસીનાએ જવાબ આપ્યો, “જેવુ તિસ્તા નદીનું પાણીનું સ્તર વધશે, હિલ્સા પણ બંગાળમાં તરીને આવી શકશે.”