USA News/ ગ્રહણ 2026 યાદી: રિંગ ઓફ ફાયરથી લઈ સુપરમૂન સુધી, અદભુત અવકાશી દૃશ્યો કરશે મંત્રમુગ્ધ

આ ગ્રહણ (eclipse) આર્ક્ટિક વિસ્તારમાંથી શરૂ થઈ ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ અને સ્પેન સુધી જોવા મળશે

World
eclipse

Usa News : સમગ્ર વિશ્વ 2026નું સ્વાગત કરવા તૈયાર છે અને આ વર્ષ ખગોળશાસ્ત્રના શોખીનો માટે ખાસ બનવાનું છે. આવનારા વર્ષે અનેક દુર્લભ અને આકર્ષક ખગોળીય ઘટનાઓ જોવા મળશે. વર્ષની શરૂઆત સુપરમૂનથી થશે, ત્યારબાદ વલયાકાર સૂર્યગ્રહણમાં ‘રિંગ ઓફ ફાયર’નો અનોખો નજારો જોવા મળશે. વર્ષના બીજા અર્ધમાં પૂર્ણ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જેવી મહત્વપૂર્ણ ઘટનાઓ ખગોળવિદોમાં વિશેષ ઉત્સાહ પેદા કરી રહી છે.

સૂર્યગ્રહણ અને ‘રિંગ ઓફ ફાયર’

17 ફેબ્રુઆરી, 2026ના રોજ વલયાકાર સૂર્યગ્રહણ થશે. આ સમયે ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી નહીં લે, જેથી સૂર્યનો તેજસ્વી વલય દેખાશે, જેને ‘રિંગ ઓફ ફાયર’ કહેવામાં આવે છે. ગ્રહણ (eclipse) નું આ દુર્લભ દૃશ્ય મુખ્યત્વે એન્ટાર્કટિકાના કેટલાક સંશોધન કેન્દ્રોમાંથી જ સ્પષ્ટ રીતે જોવા મળશે.

આ ઉપરાંત, 12 ઓગસ્ટ 2026ના રોજ પૂર્ણ સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ (eclipse) આર્ક્ટિક વિસ્તારમાંથી શરૂ થઈ ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ અને સ્પેન સુધી જોવા મળશે. ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દેશે અને અંદાજે 2 મિનિટ 18 સેકન્ડ માટે દિવસ દરમિયાન અંધકાર છવાઈ જશે.

ચંદ્રગ્રહણ અને બ્લડ મૂન

વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 3 માર્ચ 2026ના રોજ થશે, જે પૂર્ણ ચંદ્રગ્રહણ હશે. આ દરમિયાન ચંદ્ર લાલ રંગમાં દેખાશે, જેને ‘બ્લડ મૂન’ કહેવામાં આવે છે. ચંદ્ર આશરે 58 મિનિટ સુધી લાલચમકતો જોવા મળશે. ગ્રહણ (eclipse) નું આ દૃશ્ય પશ્ચિમ ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પૂર્વ એશિયા અને પેસિફિક વિસ્તારોમાં શ્રેષ્ઠ રીતે જોઈ શકાય છે.

સંપૂર્ણ ગ્રહણ (eclipse) નહીં બને

વર્ષનું છેલ્લું ગ્રહણ 28 ઓગસ્ટે આંશિક ચંદ્રગ્રહણ રૂપે થશે. આ દરમિયાન ચંદ્રનો લગભગ 96 ટકા ભાગ પૃથ્વીના પડછાયા હેઠળ આવશે, જો કે તે સંપૂર્ણ ગ્રહણ (eclipse) નહીં બને. પૃથ્વીના પડછાયાની ધાર ચંદ્ર પર સરકતી જોવાનું દૃશ્ય અત્યંત આકર્ષક રહેશે.

2026ના સુપરમૂન

2026માં કુલ ત્રણ સુપરમૂન જોવા મળશે. જ્યારે પૂર્ણ ચંદ્ર પૃથ્વીની સૌથી નજીકની કક્ષામાં હોય છે ત્યારે તે વધુ મોટો અને તેજસ્વી દેખાય છે, જેને સુપરમૂન કહેવાય છે. આ દૃશ્યો જોવા માટે કોઈ ખાસ સાધનોની જરૂર નથી; નગ્ન આંખે પણ જોઈ શકાય છે.

વર્ષનો પહેલો સુપરમૂન જાન્યુઆરીમાં જોવા મળશે. બીજો સુપરમૂન 24 નવેમ્બરના રોજ થશે, જ્યારે વર્ષનો છેલ્લો અને સૌથી નજીકનો સુપરમૂન 23 અને 24 ડિસેમ્બરની રાત્રે આકાશમાં ઝળહળશે.

ખગોળશાસ્ત્રીઓના અનુમાન મુજબ, 2026માં સૌર વિસ્ફોટોની સંખ્યા પણ વધી શકે છે, જેના કારણે પૃથ્વી પર ભૂ-ચુંબકીય તોફાનો સર્જાઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં અદભુત ઓરોરા (ઉત્તરી પ્રકાશ) જોવા મળવાની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સૂર્યગ્રહણ થતાં જ કઈ રાશિઓને લાભ થશે, પિતૃ અમાસે જોવા મળશે વિશેષ અસર

આ પણ વાંચો:વર્ષનું છેલ્લુ ચંદ્રગ્રહણ જાણો કઈ તારીખે થશે? ભારતમાં દેખાશે કે નહીં….

આ પણ વાંચો:સૂર્યગ્રહણ આજે ભારતમાં નહી દેખાય, સુતક સમયમાં ધ્યાન રાખવું