કોરોનાના કહેર વચ્ચે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1૦-અને 12 ના વિધાર્થીઓને માસ પ્રમોશનનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને તેમના પાછલા વર્ષના માર્ક અને ચાલી વર્ષની આતરિક મૂલ્યાંકન ને આધારે આ વિધાર્થીઓની માર્કશીટ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિધાર્થીઓએ પરીક્ષાફોર્મ ભરાયા નથી અને તેમણે કોઈ બેઠક નમ્બર આપવામાં આવ્યો નથી. સામાન્ય રીતે વિધાર્થીઓ બેઠક નંબર ઉપરથી પોતાનું પરિણામ મેળવતા હોય છે. ત્યારે આ વિધાર્થીઓ પોતાનું ઓનલાઈન પરિણામ કેવી રીતે ચેક કરશે તે એક મોટો પ્રશ્ન વાલીઓને સતાવી રહ્યો છે.
કોરોનામાં રાહત / કેન્દ્ર સરકાર તરફથી કોરોના કાળમાં રાહત આપતા પેકેજની જાહેરાત, ક્રેડીટ ગેરેન્ટી લોન યોજનાની જાહેરાત
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી 3 જુલાઈ સુધીમાં ધોરણ 10 નું પરિણામ જાહેર કરવાની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. રાજ્ય પરીક્ષા વિભાગે 3 જુલાઈ સુધી પરિણામ જાહેર કરી શકે છે. માર્કશીટને લગતી તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે.
તો ધોરણ 10 ના ઓનલાઈન પરિણામની તૈયારી પુર જોશમાં શરુ કરવામાં આવી છે. આ વર્ષે ઓનલાઇન પરિણામનું ફોર્મેટ બદલવામાં આવ્યું છે. સ્કૂલનો ઈન્ડેક્સ નમ્બર નાખવાથી વિદ્યાર્થીઓને પરિણામ જોવા મળશે. વિદ્યાર્થીઓએ પરિણામ જોવા સ્કૂલનો સહારો લેવો પડશે. વિદ્યાર્થીઓનું સીટ નમ્બર ફાળવવામાં ન આવ્યો હોવાથી વિદ્યાર્થીઓ સ્કૂલનું ઈન્ડેક્સ નંબર નાખવો પડશે. આ વર્ષે સ્કૂલના તમામ વિદ્યાર્થીઓનું પરિણામ એક સાથે જોવા મળશે. ટૂંક સમયમાં જ એટલે કે આગામી તારીખ 3 જુલાઇ સુધીમાં તેનું પરિણામ જાહેર થાય તેવી સંભાવના રહેલી છે.
સહાય / દલિત પરિવારોના ખાતામાં 10 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે, આ રાજ્યએ જાહેર કરી સ્કીમ
