Technology/ આ રીતે આધાર કાર્ડમાં તમારો મોબાઈલ નંબર અપડેટ કરો સરળતાથી

આગળના સ્ટેપમાં તમારે કેપ્ચા દાખલ કરવું પડશે. તે પછી તમારે સેન્ડ ઓટીપી વિકલ્પ પર ક્લિક કરવું પડશે. ઓટીપી પ્રાપ્ત કર્યા પછી, તેને દાખલ કરો

Tech & Auto

હવેથી આધાર વપરાશકર્તાઓનો ફોન નંબર આધાર કાર્ડ સાથે લિંક કરવો જરૂરી છે. આ ઘણી વસ્તુઓ સરળ બનાવે છે. હજી સુધી યુઝર્સને આધાર કાર્ડમાં ફોન નંબર અપડેટ કરવા માટે એનરોલમેન્ટ સેન્ટર પર જવું પડતું હતું. ઘણા લોકોને આ પ્રક્રિયા સમય અને નાણાનો બગાડ કરતી હોવાથી પસંદ નથી, પરંતુ  હવે UIDAI એ તેને દૂર કરી છે. હવેથી આધાર વપરાશકારો ઘરે બેઠા ફોન નંબરને અપડેટ અથવા લિંક કરી શકે છે. આ માટે તેમને સર્વિસ અપડેટ પોર્ટલ (SSUP) ની મુલાકાત લેવી પડશે.

સૌ પ્રથમ તમારે UIDAI વેબ પોર્ટલની મુલાકાત લેવી પડશે. આ માટે https://ask.uidai.gov.in/#/ પર જઈ શકો છો. અહીં તમારે એડ ફોન નંબર પર ક્લિક કરવું પડશે. આ પછી, તમારે ફોન નંબર દાખલ કરવો પડશે કે જેને તમે અપડેટ કરવા માંગો છો.

આગળના સ્ટેપમાં તમારે કેપ્ચા દાખલ કરવું પડશે. તે પછી તમારે સેન્ડ ઓટીપી વિકલ્પ પર ક્લિક કરવું પડશે. ઓટીપી પ્રાપ્ત કર્યા પછી, તેને દાખલ કરો. પછી સબમિટ ઓટીપી & પ્રોસીડ વિકલ્પ પર ક્લિક કરો. અહીં તમને ડ્રોપ ડાઉન મેનૂ દેખાશે.

આમાં તમે ઓનલાઇન આધાર સર્વિસીસનો વિકલ્પ જોશો. આમાં તમને નામ, સરનામું, લિંગ, ઇમેઇલ આઈડી, મોબાઇલ નંબર જેવા વિકલ્પોની સૂચિ દેખાશે. આમાં તમે મોબાઇલ નંબર સિલેક્ટ કરીને પછી વિગતો ભરો. આગળના પેજ પર તમે કેપ્ચા જોશો. અહીં તમારા ફોન પર એક ઓટીપી આવશે, તેને દાખલ કરો અને સેવ અને પ્રોસીડ પર ક્લિક કરો. આ પછી તમે એપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો. આધાર નોંધણી કેન્દ્રમાંથી વિગતો વેરીફાઈ કર્યા પછી તમારો નવો ફોન નંબર અપડેટ કરવામાં આવશે.