બનાસકાંઠા/ ભૂસ્તર વિભાગે આંતરરાજ્ય ખનીજચોરી ઝડપી પાડી, રૂ 1.60કરોડ નો મુદ્દામાલ કબ્જે

રાજસ્થાનથી રોયલ્ટી વગર ફેલ્સપાર ભરીને કચ્છ જઇ રહ્યા હતા જેથી રોયલ્ટી ચોરી થયાનું માલુમ પડતા ભૂસ્તર વિભાગે ચાર ટ્રેલર સહિત રૂ 1.60 કરોડ…

Gujarat Others

બનાસકાંઠા ભૂસ્તર વિભાગે ગતરવિવારે એ ગુંદરી ચેકપોસ્ટ પરથી ગુજરાત માં પ્રવેશી રહેલ ચાર ટ્રેલર ને ચેક કરતા રોયલ્ટી વિના ફેલસ્પાર હોવાનું માલુમ પડતા રૂ 1.60 કરોડ નો મુદ્દામાલ કબ્જે કરેલ.

બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા સતત રાત દિવસ અને રજાના દિવસે પણ ખનીજ ચોરી કરતા તત્વોને જડપવામાં તત્પર છે ત્યારે હમણાંજ ડમ્પરમાં બેસી ને મધરાત્રે ખનીજ ચોરી ઝડપી પાડ્યા બાદ ગતરોજ રવિવાર ના રજાના દિવસે ભૂસ્તર અધિકારી સુભાષ જોશીના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર ની ટિમ ઓચિંતી તપાસમાં નીકળેલી હતી ત્યારે રાજસ્થાનથી ફેલસ્પાર ભરીને ગુજરાત ના ગુંદરી ચેકપોસ્ટ પરથી બનાસકાંઠામાં પ્રવેશી રહેલ ચાર ટ્રેલરની તલાસી લેતા.

આ પણ વાંચો : રાજકોટને નર્મદાનું 300 ક્યુસેક પાણી આપવાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો નિર્ણય

ચાલકની પૂછતાછ કરતા રાજસ્થાનથી રોયલ્ટી વગર ફેલ્સપાર ભરીને કચ્છ જઇ રહ્યા હતા જેથી રોયલ્ટી ચોરી થયાનું માલુમ પડતા ભૂસ્તર વિભાગે ચાર ટ્રેલર સહિત રૂ 1.60 કરોડનો મુદ્દામાલ કબ્જે લઈને ગુંદરી ચેકપોસ્ટ પર મૂકેલ જ્યારે રૂ 15 લાખ નો દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ.

આ બાબતે ભૂસ્તર અધિકારી સુભાષ જોશીએ જણાવ્યું હતું કે ફેલ્સપાર ભરીને રાજસ્થાન માંથી રોયલ્ટી વગર ગુજરાત માં ટ્રેલર આવી રહ્યા હોવાની બાતમીના આધારે અમારી ટીમે ચાર ટ્રેલર ઝડપી પાડેલ અને દંડ માટેની કાર્યવાહી હાથ ધરેલ.

આ પણ વાંચો :અમદાવાદ એરપોર્ટમાં વાંદરા, ભેંસ, શ્વાન બાદ હવે કોબ્રાની ઘુસણખોરી, પ્રવાસીઓ પરેશાન

બનાસકાંઠા ભુસ્તર વિભાગ ની રજાના દિવસે ઓચિંતી તપાસ હાથ ધરતા આંતરરાજ્ય ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.

આ પણ વાંચો :મિત્રો સાથે ફરવા ગયેલા યુવકનો મૃતદેહ જંગલમાંથી મળ્યો, 8 દિવસ પહેલા થયો હતો ગુમ