જ્યારેથી મીરાબાઇ ચાનૂએ ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારત માટે રજત પદક જીતીને દેશનું નામ રોશન કર્યું છે, ત્યારથી ભારતની આ પુત્રીનું નામ ચર્ચામાં છે. મોટાથી લઈને નાના બાળકોમાં પણ મીરાબાઇ ચાનૂને અનુસરવા માટેનો ભારે જીદે ચઢ્યા છે. જો કે, મીરાબાઇએ જે ભાવના બતાવી છે તે નવી પેઢીને પ્રેરણા આપી છે, જેથી આગામી પેઢી લોકપ્રિય રમતોને બદલે આ ક્ષેત્રમાં જવાનું પસંદ કરશે.
આ પણ વાંચો :શ્રીલંકામાં ધમાકેદાર પર્ફોર્મન્સ કરવા બદલ આ બે ખેલાડીઓને ઈનામ, ઇંગ્લેન્ડ મોકલવામાં આવશે
ટીવી પર મીરાબાઈ ચાનૂને જોઈને, એક નાનકડી બાળકીએ તેની જેમ જ વેયટલિફ્ટિંગ કરવાનો પ્રયાસ કર્યો છે, લોકો તેનો વીડિયો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
હાલ સોશિયલ મીડિયા પર એક ખૂબ જ પ્રેમાળ વીડિયો વાયરલ થયો છે. એક માસૂમ બાળકી ટીવીમાં મીરાબાઈ ચાનૂની નકલ કરી રહી છે. બાળકી પહેલાં ટોક્યો ઓલિમ્પિકમાં મીરાબાઈ ચાનૂ કેવી રીતે વેટ લિફ્ટ કરી રહ્યા છે તે જુએ છે અને પછી હાથમાં વ્હાઇટ પાઉડર લગાવે છે. જેમ કે વીડિયોમાં ચાનૂ કરી રહી છે. બાળકીનું નાનકડા હાથથી વેટ લિફ્ટ કરવું અને ચાનૂ જેવી નકલ કરવાનું બધાને ખૂબ પસંદ આવી રહ્યું છે.
Junior @mirabai_chanu this s called the inspiration pic.twitter.com/GKZjQLHhtQ
— Sathish Sivalingam (@imsathisholy) July 26, 2021
આ પણ વાંચો :વિજય પછી ખેલાડીઓ શા માટે ચંદ્રકને દાંત વચ્ચે દબાવે છે?,મેડલમાં કેટલું ગોલ્ડ હોય છે?
આ વીડિયો ઘણો જોવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 41 લાખથી વધુ લોકો તેને જોઇ ચૂક્યા છે અને આ પ્રક્રિયા ચાલુ છે. તેને 37 હજારથી વધુ લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યો છે અને તેને પાંચ હજારથી વધુ વખત રિટ્વીટ કરવામાં આવ્યો છે.
https://twitter.com/AlphaLifeCode/status/1419775518249938947?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1419775518249938947%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.indiatv.in%2Fviral%2Fnews-little-cute-girl-copied-meerabai-chanu-weight-lifting-in-viral-video-804481
આ વીડિયોને શેર કરતાં ભારતના વેટલિફ્ટ સતીશ શિવલિંગમે લખ્યું કે જુનિયર મીરાબાઇ ચાનૂ, તેને પ્રેરણા કહેવાય છે. આ વીડિયોને 26 જુલાઇના રાત્રે 12 વાગ્યે પોસ્ટ કરાયો. જોત જોતામાં વાયરલ થયેલો આ વીડિયો જોઇ હજારો લોકોએ રિટ્વીટ પણ કર્યો.
આ પણ વાંચો :મીરાંબાઈ ચાનુનું સિલ્વરમેડલ ગોલ્ડમાં બદલાઈ જશે, આ છે સાચું કારણ
"Success is not just about what you achieve in your life; it's about what you INSPIRE others to achieve."#KeepInspiring 🙏🏽 #tuesdayvibe #tuesdaymotivations pic.twitter.com/2NRhUVMlYz
— SBSankar🇮🇳 (@SBS5050) July 27, 2021
ખુદ મીરાબાઇ ચાનૂએ જ્યારે આ વીડિયોને જોયો તો તેઓ પણ બાળકીના ફેન થઇ ગયા. ચાનૂએ આ વીડિયોને રિટ્વીટ કરતાં લખ્યું કે So cute. Just love this. લોકો આ બાળકીને જુનિયર મીરાબાઇ ચાનુ કહી રહ્યા છે. કેટલાંક લોકો સલાહ આપવા લાગ્યા કે બાળકીને રમતમાં આગળ વધારવી જોઇએ.
આ પણ વાંચો :શરત કમલે ટેબલ ટેનિસમાં મેેળવી જીત, પોર્ટુગલની ટિયાગોને 4-2 થી આપી માત
