તંત્રની લાપરવાહી/ ઝાલાવાડમાં પુરાતત્ત્વની ઘોર બેદરકારી આવી સામે, તંત્રની કામગીરી પર અનેક સવાલો

૨૦૦૧ માં ભુકંપ માં આ મંદિર ને મોટું નુક્સાન થયું હતું જેમાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આ ખોદકામ કરી મંદિર ને મોટું નુક્સાન પહોંચાડ્યું છે.

Gujarat

 

@દેવજી ભરવાડ, સુરેન્દ્રનગર, મંતવ્ય ન્યુઝ.

ઝાલાવાડ માં પુરાતત્ત્વ વિભાગ ની ઘોરબેદરકારી આવી સામે

થાનગઢ પાસે પુરાતન મુનિ નાં દેવળ માં તોડફોડ : તંત્ર નું મૌન

 

સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક પ્રાચીન સ્મારકો અને સ્થાપત્યો ધરાવતો ઝાલાવાડ પ્રદેશ અને પંચાળ પ્રદેશ ગુજરાતમાં પ્રખ્યાત છે ત્યારે આ તમામ જુનાં મંદિર ,સ્મારકો, સ્થાપત્યો સરકારનાં પુરાતત્વ વિભાગ થી રક્ષિત છે અને દેખરેખ હેઠળ છે ત્યારે પુરાતત્વ વિભાગ આ જાળવણી બાબતે ઉદાસીન વર્ષોથી છે તેની જાળવણીમાં કોઈ રસ તંત્ર ને નથી તે નજરે અને મુલાકાત લેતાં જોઈ શકાય છે તંત્ર દ્વારા ફક્ત એક બોર્ડ (નોટીસ) નું મારી કામગીરી પુર્ણ થયા નો સંતોષ માને છે ત્યારે ગ‌ઈકાલે થાનગઢ નજીક આવેલા “મુનિ નાં દેવળ” તરીકે પ્રખ્યાત શિવ મંદિર આશરે દશમાં સૈકામાં બનેલ છે.

ઉંચી ટેકરી પર આવેલું આ મંદિર માં કલાકૃતિઓ, બાંધણી, અને સ્થાપત્યો માં એક અલગ જ ઓળખ રહી છે માંડવ વન વિસ્તાર માં આ મંદિર પાસે જુના બાંધકામના નમુનાને સાચવી ને એક તળાવ પણ આવેલ છે તેના તદન નજીક આ મંદિર હોવાથી નયનરમ્ય દ્રશ્યો જોવા મળે છે ખાસ તેની સ્થાપત્યો માં મુર્તિ ઓ અને બાંધણી એક અલગ પ્રકારની વિશિષ્ટતા ધરાવે છે અને આ મંદિર ની ઈતિહાસ વિદો, સંસ્કૃતિ પ્રેમીઓ,શિલ્પકારો તેની શિલ્પકલા માટે મુલાકાત લેતાં હોય છે ત્યારે આ મંદિર માં શિવલિંગ અને પોઠીયા ને નુકશાન કરી હટાવી ને કોઈ તત્વોએ ખોદકામ કરેલ છે ત્યારે ઈતિહાસ વિદો માં દુઃખ ની લાગણી ફેલાઇ છે અને તંત્ર ઉપર રોષ ઠાલવી રહ્યા છે.

૨૦૦૧ માં ભુકંપ માં આ મંદિર ને મોટું નુક્સાન થયું હતું જેમાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આ ખોદકામ કરી મંદિર ને મોટું નુક્સાન પહોંચાડ્યું છે ત્યારે આતંત્ર દ્વારા આ આરોપી સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે?? આ મંદિર માં તુટફુટ નું કામ સત્વરે ચાલુ કરવામાં આવશે? તંત્ર આ મંદિર ની જાળવણી માટે ગ્રાન્ટ ફાળવવામાં આવશે? ચોકીદાર ની વ્યવસ્થા કરવામાં આવશે? તેવાં અનેક પ્રશ્નો ઈતિહાસ અને સંસ્કૃતિ નાં જાણતલ લોકો એ કર્યો છે હાલ તો પુરાતત્વ વિભાગ ની ઘોરબેદરકારી સામે આવી છે આ બાબતે ટુંક સમયમાં મુખ્યમંત્રી સુધી રજુઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.