@સુલેમાન ખત્રી, છોટાઉદેપુર, મંતવ્ય ન્યુઝ.
છોટાઉદેપુર: જબૂગામ સરકારી હોસ્પિટલ ના તાળા તોડવાની કાર્યવાહી કરાઇ.
પ્રાંત અધીકારી અને પોલીસ કાફલા સાથે જબુગામ CHC ના 17 રુમ ના તાળા તોડ્યા.
સમગ્ર કાર્યવાહી નુ વિડીયો રેકોર્ડિંગ કરાયુ.
બોડેલીના જબૂગામ ખાતે ચાલતી સરકારી હોસ્પિટલના બિલ્ડીંગ માજ દિપક ફાઉન્ડેશન દ્વારા માતૃ બાળ સંભાળ કેન્દ્ર ચલાવવામા આવતું હતુ જેમા ચાર માસ અગાઉ હોસ્પિટલ અને દિપક ફાઉન્ડેશન વચ્ચે વિવાદ થતા સેવા ને સ્થગીત કરી દિપક ફાઉન્ડેશન દ્વારા હોસ્પીટલ ના 17 રુમ ને તાળા બંધી કરવામાં આવી હતી આજે પ્રાંત અધિકારી તેમજ મામલતદાર બોડેલી પોલીસ કાફલા સાથે આવી 17 રૂમોના તાળા તોડવામા આવ્યા હતા જેમા ડોક્ટર રુમ,લેબોરેટરી, મમતાઘર ,એડમીનીસ્ટર રુમ, નવજાત શિશુ વિભાગ ,નર્સીંગ રૂમ સહીને 17 રુમોને ખુલ્લા કરીને સરકારી હોસ્પિટલ ના સુપ્રિટેન્ડન્ટ ડોકટર કસ્યપ ને સોંપવામાં આવ્યા હતા.

છોટાઉદેપુર જીલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમા આશીર્વાદ રૂપ કહી શકાય તેવી જબૂગામ ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર જેમાં દિપક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા માતૃ સંભાળ કેન્દ્ર અને બાળ સંભાળ કેન્દ્ર ચલાવવામાં આવતુ હતુ અહી લોકો મધ્ય પ્રદેશ સુધીના લોકો લાભ લઈ રહ્યા હતા અને મહિનાના 400 જેટલી મહિલાઓને પ્રસૂતિ કરાવવામા આવતી હતી જેના કારણે આ વિસ્તારના લોકો ને ખૂબ સારો લાભ મળી રહ્યો હતો અને છોટાઉદેપુર પૂર્વ પટ્ટીના આ વિસ્તારમા આ હોસ્પિટલ આશીર્વાદ સમાન સાબિત થઈ રહી હતી.
કોરોના કાળ ને લઇ અહી ની હોસ્પિટલમા દર્દીઓ મા ઘટાડો થયો અને બાદમા દિપક ફાઉન્ડેશન અને હોસ્પિટલ વચ્ચે વિવાદ સર્જાતા દિપક ફાઉન્ડેશન દ્વારા સેવાઓ સ્થગિત કરી હોસ્પિટલના 17 જેટલા રૂમોને 31-03-2021 રોજ તાળા બંધી કરી દેવામાં આવી હતી જેને કારણે લોકો ને ખાનગી હોસ્પિટલો મા ખર્ચાળ સારવાર કરાવવા મજબુર બન્યા છે ત્યારે આજે પ્રાંત અધિકારી ઉમેશ શાહ ,મામલતદાર કે.સી ચેરપોટ પોલીસ કાફલા સાથે આવી અહીની હોસ્પિટલના 17 જેટલા રૂમો ના તાળા તોડી રૂમોને કરી હોસ્પિટલ ને સોંપી દેવાયા છે વિવાદ વચ્ચે તાળા તોડવાની સમગ્ર કાર્યવાહીને વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતુ.
