Not Set/ સુરતમાં 2 શાળામાં 3 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ, મચ્યો ખળભળાટ

સુરતમાં કોરોના કેસ ઓછા થતા થોડા સમય પહેલાં જ 9 થી 11 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા .જોકે દરેક શાળાએ કોવિડની ગાઈડલાઈન અનુસાર વર્ગો…

Gujarat Surat
કોરોના

સુરતમાં કોરોના કેસ ઓછા થતા થોડા સમય પહેલાં જ 9 થી 11 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા .જોકે દરેક શાળાએ કોવિડની ગાઈડલાઈન અનુસાર વર્ગો શરૂ કરવાના હોય છે. સુરત મહાનગરપાલિકા દ્વારા દરેક સ્કુલોમાં ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી છે.જે અંતર્ગત સુરતમાં 2 શાળામાં 3 વિદ્યાર્થી પોઝિટીવ આવ્યા છે. સુરતમાં વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શાળા તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે અને રિદ્ધિ સિદ્ધિ આવે છે : મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી

આ પણ વાંચો :જે પક્ષ વિરોધ પક્ષમાં બેસે છે તેની નિયત જ બની જાય છે કે, સંસદની કાર્યવાહી ખોરવી વિરોધ કરવો

સુરત મહાનગરપાલિકા દ્વારા સ્કૂલોમાં ચાલી રહેલા ટેસ્ટિંગ દરમિયાન 2 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કતારગામની શારદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે.

સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા ક્રમાંક પાંચમાં સુરતમાં આરોગ્યની ટીમની ધનવંતરી રથ સ્કૂલ પર ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓનું રેપિડ ટેસ્ટ તથા RT-PCR ટેસ્ટિંગ કરવામાં આવતું હતું. જોકે તે સમય દરમિયાન સુરતમાં ધોરણ-9ના વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવતા સ્કૂલને 14 દિવસ માટે સ્કૂલને બંધ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :સૌ પ્રથમવાર લંડન ખાતે મોકલાયો કમલમ (ડ્રેગન) ફ્રૂટનો જથ્થો

સ્કૂલોમાં ‘સ્વચ્છ સુરક્ષા કવચ સમિતિ’ બનાવવા પાલિકાએ આદેશ કર્યો છે. આચાર્યના અધ્યક્ષસ્થાને આ સમિતિ તેમની સ્કૂલે આવતા વિદ્યાર્થીઓનું રજિસ્ટર નિભાવવું પડશે. જેમાં દરેક વિદ્યાર્થી સ્વસ્થ છે કે કેમ, સ્કૂલના દરવાજા અને બારી ખુલ્લી રાખવામાં આવે છે કે કેમ એ તમામ બાબતનું ધ્યાન રાખવું પડશે. જો કોઈ પણ વિદ્યાર્થીને સામાન્ય શરદી હોય કે તેમના ઘરમાં પણ કોઈ અસ્વસ્થ હોય તો સ્કૂલે ન આવવા કહેવાયું છે.

આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં કોરોના કેસ શૂન્ય છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા 15  કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 28 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.75 ટકા થયો છે.

આ પણ વાંચો :ગંગાજળ જોઈએ છે ? એ પણ શુદ્ધ તો હવે હરિદ્વાર જવાની જરૂર નથી …

આ પણ વાંચો :ઉકરડામાંથી પ્લાસ્ટિકની થેલીમાં પેક ૬ માસનું ભ્રુણ મળી આવતા ચકચાર