પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરાયેલા ઉદ્યોગપતિ રાજ કુંદ્રા હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. પોલીસ સતત તેની સામે પુરાવા એકત્ર કરવામાં વ્યસ્ત છે. દરમિયાન, માહિતી બહાર આવી રહી છે કે અભિનેત્રી શર્લિન ચોપરાને પણ આ મામલે પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. હકીકતમાં શર્લિન ચોપરાએ રાજ કુંદ્રા પર ઘણા આરોપો લગાવ્યા હતા. જે બાદ હવે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે શર્લિન ચોપરાને સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવી છે. આવી સ્થિતિમાં શર્લિનને આજે મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થવું પડશે.
આ પણ વાંચો :KRK એ સની લિયોની પર સાધ્યું નિશાન, કહ્યું – પોર્ન ઈન્ડસ્ટ્રીને આપ્યું પ્રોત્સાહન
થોડા દિવસો પહેલા શર્લિન ચોપરાએ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. હકીકતમાં શર્લિન ચોપરા પૂછપરછથી ડરી ગઈ હતી, તેને ડર હતો કે પોલીસ તેની ધરપકડ કરી શકે છે. આ કારણે શર્લિન ચોપરાએ આગોતરા જામીન અરજી કરી હતી.
Property Cell of Mumbai Police Crime Branch has summoned actress Sherlyn Chopra asking her to appear before it for questioning today in connection with the porn film production case in which businessman Raj Kundra was arrested: Mumbai Police pic.twitter.com/6J5PjhzrW8
— ANI (@ANI) August 6, 2021
સમાચાર અનુસાર, શર્લિનએ જણાવ્યું હતું કે, રાજ કુંદ્રાએ 2019 માં તેના બિઝનેસ મેનેજરને એક પ્રપોઝલને લઈને ફોન કર્યો હતો. આ પછી રાજ સાથે તેમના મેનેજરની મીટિંગ પણ હતી. શર્લિનના જણાવ્યા મુજબ, રાજે તેને કિસ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. શર્લિને રાજ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ છે કે હવે શર્લિનને આ બધાનો જવાબ ક્રાઈમ બ્રાન્ચને આપવો પડશે.
આ પણ વાંચો : કાજોલને બર્થ-ડે પર આ રીતે વિશ કર્યું પતિ અજય દેવગને, કહી હૃદયસ્પર્શી વાત
એટલું જ નહીં, શર્લિનએ રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી વચ્ચેના સંબંધો વિશે જણાવ્યા અનુસાર રાજે તેને કહ્યું હતું કે તેની પત્ની સાથેના તેના સંબંધો ખૂબ જટિલ છે અને તે ઘરે તણાવમાં રહે છે. આવી સ્થિતિમાં જ્યારે રાજ તેની નજીક આવ્યો ત્યારે તેણે તેને રોકવા માટે દબાણ પણ કર્યું. એટલું જ નહીં શર્લિને રાજ કુંદ્રા સામે કેસ પણ દાખલ કર્યો છે. આવી સ્થિતિમાં હવે જોવાનું રહેશે કે આજે પૂછપરછ કર્યા બાદ શર્લિન ચોપરાને રાહત મળે છે કે તેની પણ મુશ્કેલી વધે છે. રાજ કુંદ્રા હાલમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે.
આ પણ વાંચો :એક્ટ્રેસ આરજૂ ગોવિત્રિકરે પતિ પર લગાવ્યા આરોપ, કહ્યું- બાથરૂમમાં માર્યો ઢોરમાર
આ પણ વાંચો :લેખિકા પદ્મા સચદેવના નિધન પર લતા મંગેશકરે વ્યક્ત કર્યો શોક
