#TokyoOlympic2021/ નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ દેશનાં પ્રખ્યાત રમતવીર મિલ્ખા સિંહને કર્યો સમર્પિત

નીરજ ચોપરાએ આ ગોલ્ડ મેડલ દેશનાં પ્રખ્યાત રમતવીર મિલ્ખા સિંહને સમર્પિત કર્યો છે. મિલ્ખા સિંહ અને પીટી ઉષા અનુક્રમે 1964 ઓલિમ્પિક્સ અને 1984 ઓલિમ્પિક્સ નાના માર્જિનથી ચૂકી ગયા હતા.

Top Stories Sports
નીરજ

ભારતીય એથ્લીટ નીરજ ચોપરાએ ભાલા ફેંક સ્પર્ધામાં ઈતિહાસ રચ્યો છે. નીરજ ચોપરાએ જેવલિન થ્રો ફાઇનલ મેચમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યુ છે. નીરજ ચોપરાએ આ ગોલ્ડ મેડલ દેશનાં પ્રખ્યાત રમતવીર મિલ્ખા સિંહને સમર્પિત કર્યો છે. મિલ્ખા સિંહ અને પીટી ઉષા અનુક્રમે 1964 ઓલિમ્પિક્સ અને 1984 ઓલિમ્પિક્સ નાના માર્જિનથી ચૂકી ગયા હતા. નીરજ ચોપરા 88.07 મીટરનાં પ્રદર્શન સાથે આ વર્ષે ઓલિમ્પિકમાં પહોંચ્યો હતો.

નીરજ ચોપડા

આ પણ વાંચો  – Tokyo Olympic / PM મોદીએ અદિતિ અશોકને પાઠવી સારા ભવિષ્યની શુભેચ્છા, કહ્યું – તમે સારું રમ્યા

ભાલા ફેંકનાર નીરજ ચોપરા દેશ માટે વ્યક્તિગત ગોલ્ડ જીતનાર બીજા ખેલાડી અને પ્રથમ એથ્લીટ ખેલાડી છે. નીરજની આ સફળતા સાથે ભારત ટોક્યો ઓલિમ્પિકને 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ સાથે સમાપ્ત કરશે. નીરજે તેના બીજા પ્રયાસમાં 87.58 મીટરનાં અંતર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતુ. ચેક રિપબ્લિકનાં યાકુબ વાલ્દેઝ 86.67 મીટર સાથે બીજા ક્રમે જ્યારે તેના દેશનાં વિટેસ્લાવ વેસેલીએ 85.44 મીટર સાથે બ્રોન્ઝ મેળવ્યો છે. નીરજ પહેલા અભિનવ બિન્દ્રાએ 13 વર્ષ પહેલા બેઇજિંગ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અભિનવે જોકે શૂટિંગમાં આ ગોલ્ડ જીત્યો હતો. નીરજે અહીં ટોક્યોમાં જે કર્યું તે ઐતિહાસિક છે કારણ કે ભારતે આ પહેલા ક્યારેય ઓલિમ્પિકમાં એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં મેડલ જીત્યો નથી.

નીરજ ચોપડા

આ પણ વાંચો – ઓલિમ્પિક પદક વિજેતા / BCCI ઓલિમ્પિક વિજેતાઓનું સન્માન કરશે, મેડલ જીતનાર ખેલાડીઓને મળશે આટલા રૂપિયા

કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિકમાં બિન્દ્રાનાં નામે મેડલ ઉમેરાયા છે. તે ત્રણેય ઇવેન્ટમાં વર્તમાન ચેમ્પિયન છે. નીરજે તેના પ્રથમ પ્રયાસમાં 87.03 નો સ્કોર કર્યો હતો અને લીડરબોર્ડમાં પ્રથમ સ્થાને પહોંચ્યો હતો. બીજા પ્રયાસમાં નીરજે 87.58 ભાલા ફેંકી અને લીડરબોર્ડ પર પોતાને મજબૂત કરી અને એક રીતે મેડલ મેળવ્યો હતો. જોકે ત્રીજા પ્રયાસમાં તે માત્ર 76.79 મીટર જ ભાલો ફેંકી શક્યો હતો. તેનો ચોથો પ્રયાસ ફાઉલ થયો હતો. નીરજનો પાંચમો પ્રયાસ પણ ફાઉલ થયો હતો.