Not Set/ લો બોલો!! ટ્રેનમાં Underwear માં જોવા મળ્યા JDU ધારાસભ્ય

ટ્રેનમાં મુસાફરી કરી રહેલા JDU નાં ધારાસભ્ય નરેન્દ્ર કુમાર નીરજ ઉર્ફે ગોપાલ મંડળ બંડી અને Underwear માં જોવા મળ્યા હતા. જે બાદ અન્ય મુસાફરોએ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો.

India

જનતા દળ યુનાઇટેડ (JDU) નાં ધારાસભ્ય નરેન્દ્ર કુમાર નીરજ ઉર્ફે ગોપાલ મંડળ, જેઓ વારંવાર તેમના નિવેદનોનાં કારણે હેડલાઇન્સમાં રહે છે, તે ફરી એક વખત ચર્ચામાં આવી ગયા છે. તેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમાં તેઓ અન્ડરવેર અને ગંજી પહેરીને ટ્રેનની અંદર ફરી રહ્યા છે. જ્યારે તેના સહપ્રવાસીએ તેમની હરકતો સામે વાંધો ઉઠાવ્યો ત્યારે આરોપ છે કે ધારાસભ્યએ તેમને જોઈ લેવાની અને ગોળી મારી દેવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો – ખુલાસો / રાહુલ ગાંધીએ કહ્યું કે મારા પિતાની વાત માની લીધી હોત સંજ્ય ગાંધી બચી ગયા હોત…

જેડીયુનાં ધારાસભ્ય ગોપાલ મંડળ સતત હેડલાઇન્સમાં રહે છે. ગોપાલ મંડળ હંમેશા તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે વિવાદોમાં રહે છે તો ક્યારેક તેમની અન્ય પ્રવૃત્તિઓને કારણે. તાજેતરનો કેસ ગોપાલ મંડળની રેલ યાત્રા સાથે સંબંધિત છે. આપને જણાવી દઇએ કે, પટનાથી દિલ્હી જઇ રહેલી તેજસ રાજધાની એક્સપ્રેસમાં જેડીયુનાં ધારાસભ્યએ એવું કૃત્ય કર્યું છે કે તેના કારણે ભારે હંગામો થયો હતો. જેડીયુનાં ધારાસભ્ય ગોપાલ મંડલ આ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા અને તેજસ રાજધાની એક્સપ્રેસમાં ગંજી અને અન્ડરવેરમાં ફરતા જોવા મળ્યા હતા. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા અન્ય એક મુસાફરે ગોપાલ મંડળનાં આ કૃત્ય સામે વાંધો ઉઠાવ્યો ત્યારે તેમણે અપશબ્દો બોલીવા લાગ્યા હતા. નીતિશ કુમારનાં ધારાસભ્ય ગોપાલ મંડળે પટનાથી નવી દિલ્હી જતી 02309 તેજસ રાજધાની એક્સપ્રેસમાં પોતાના કપડાં ઉતારીને તેજસ રાજધાનીમાં અન્ય મુસાફરોને શરમમાં મુકી દીધા હતા. ગોપાલ મંડળનાં આ કૃત્ય બાદ કોચની અંદર મુસાફરી કરી રહેલા અન્ય એક મુસાફરે ઉગ્ર વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ ધારાસભ્યએ ગોપાલ મંડળમાં વાંધો ઉઠાવનાર પેસેન્જર સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો હતો. જેના કારણે દિલ્હી જતી ટ્રેનમાં ભારે હંગામો થયો હતો. હંગામા બાદ ટ્રેનને સ્કોટ કરી રહેલી આરપીએફની ટીમ તે કોચ પર પહોંચી હતી. કોઈક રીતે ધારાસભ્ય અને પેસેન્જરને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – પેરાલિમ્પિક / પ્રવીણ કુમારે હાઇ જમ્પમાં સિલ્વર મેડલ જીતીને ભારતને વધુ એક મેડલ અપાવતાં કુલ મેડલ 11 થયા

સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રેન દિલદારનગર સ્ટેશન પરથી પસાર થઈ હતી. આ ઘટનાની RPF દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. ગોપાલ મંડલ તેજસ રાજધાની એક્સપ્રેસનાં A-1 કોચની સીટ નંબર 13, 14 અને 15 પર મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે જહાનાબાદનાં રહેવાસી પ્રહલાદ પાસવાન પોતાના પરિવાર સાથે આ કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. બંનેને પટના જંકશનથી નવી દિલ્હી જવાનું હતું. ધારાસભ્ય ગોપાલ મંડલ કપડાં નિકાળ્યા બાદ કોચમાં ટોઇલેટમાં ગંજી અને અન્ડરવેર પહેરીને ગયા હતા. જ્યારે તે પાછા ફર્યા ત્યારે પ્રહલાદે વાંધો ઉઠાવ્યો અને મહિલા મુસાફરોનો ઉલ્લેખ કર્યો. આ વાતને સમજવાને બદલે જેડીયુનાં ધારાસભ્ય ગોપાલ મંડળે રિવર્સમાં હંગામો મચાવવાનું શરૂ કરી દીધુ હતુ.