આજે પણ હિન્દૂ ધર્મમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓ વસે છે. પરંતુ આજના યુગમાં ગાયનું આ સ્થાન રહ્યું નથી. હાલ રાજકોટમાં ત્રણ થી ચાર ગાયો ખરાબ હાલતમાં જોવા મળી હતી.
આ પણ વાંચો : રાજકોટમાં પ્રૌઢની પત્થરનાં ઘા ઝીંકી સરાજાહેર હત્યા કરાઈ
અબોલ પશુઓ પર અમાનવીય કૃત્યો કરવાની ઘટના સતત વધી રહી છે. લોકો હવે પ્રાણીઓ સાથે નિર્દયતા આચરતા અટકતા નથી. ત્યારે રાજકોટમાં અજાણ્યા શખ્સોએ ગાય પર ધારદાર હથિયારોના ઘા ઝીંકીને તેને લોહીલુહાણ કરી દીધી હતી. ઘટના સ્થળે હાજર વ્યક્તિના કહેવા મુજબ, રાત્રિના સમયે આ બનાવ બન્યો હતો. સવારે લોકોને જાણ થઈ હતી. ગાયો પર કોણે અને શા માટે હુમલો કર્યો તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો :પંચજન્ય’ દ્વારા ભારતની સોફ્ટવેર નિર્માતા ઇન્ફોસિસને રાષ્ટ્રવિરોધી ગણાવી
રાજકોટના ભગવતીપરાના પૂલ નીચે વહેલી સવારે ત્રણથી ચાર ગાયો સાથે કોઈ નિર્દયી શખ્સોએ ક્રૂરતા આચરી ધારદાર હથિયારના ઘા ઝીંકી ગાયોને લોહીલુહાણ કરી નાખી હતી જેને લઈને ગૌપ્રેમીઓમાં ભારે રોષ ભરાયો છે. ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસને જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. બાદમાં એનિમલ હેલ્પલાઇનની ટીમને સ્થાનિકો દ્વારા જાણ કરાતા તેઓ પણ પહોંચી સારવાર ચાલુ કરી હતી.
