Not Set/ તાલિબાનની વિચારધારાને ઉજાગર કરતી તસવીરો વાયરલ, જુઓ કેવી કરી છે પત્રકારોની હાલત

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ક્રૂર ચહેરો સતત સામે આવી રહ્યો છે. પ્રદર્શનકારીઓ માટે હુકમો બહાર પાડવામાં આવી રહ્યા છે.

Top Stories World

અફઘાનિસ્તાનમાં તાલિબાને હવે પોતાની પૂર્ણ વર્ચસ્વ જમાવી દીધુ છે. જે બાદ હવે તેમના શાસન હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતા સૌથી મોટો ખતરો બની ગઇ છે. પ્રદર્શનકારીઓ પર ગોળીઓનાં વરસાદની સાથે, પ્રદર્શનને કવરેજ કરતા પત્રકારો પર હુમલા થઈ રહ્યા છે. કસ્ટડીમાં તેમને નિર્દયતાથી મારવામાં આવી રહ્યો છે. આવી ઘણી ઘટનાઓ તાજેતરમાં પ્રકાશમાં આવી છે.

આ પણ વાંચો – સંગ એવો રંગ! / તાલિબાનનનાં મિત્ર પાકિસ્તાને મહિલા શિક્ષકોને ટાઇટ કપડા પહેરવા પર મુક્યો પ્રતિબંધ

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ક્રૂર ચહેરો સતત સામે આવી રહ્યો છે. પ્રદર્શનકારીઓ માટે હુકમો બહાર પાડવામાં આવી રહ્યા છે, ત્યારે પત્રકારોને સત્ય બતાવવા બદલ સજા કરવામાં આવી રહી છે. તાલિબાને અનેક પત્રકારોની ધરપકડ કરી છે. એટલું જ નહીં, ઘણાને કસ્ટડીમાં લેવામાં આવે છે અને ખરાબ રીતે મારવામાં આવ્યા છે. તાલિબાન દ્વારા બે પત્રકારોની મારપીટની તસવીર સામે આવી છે. જેણે સમગ્ર દુનિયાને હચમચાવી દીધી છે. અફઘાનિસ્તાનને કવર કરતા ન્યૂયોર્ક ટાઇમ્સનાં પત્રકારે આ તસવીર તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરમાં તાલિબાનની ક્રૂરતાની કહાની કહેવામાં આવી રહી છે. તેમણે ટ્વિટ કર્યું છે કે, કાબુલમાં ગઈકાલે બે પત્રકારોને ખરાબ રીતે મારવામાં આવ્યા હતા. વળી, લોસ એન્જલસનાં પત્રકાર માર્કસ યમે ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે, તાલિબાનનાં અત્યાચારનો ભોગ બનેલા આ બે અફઘાન પત્રકારો ઇટિલાટ્રોઝનાં રિપોર્ટર છે, જેમના નામ નેમત નકદી અને તાકી દરીયાબી છે. મહિલા પ્રદર્શનને કવર કરતી વખતે તેમની અટકાયત કરવામાં આવી હતી. તેમને તાલિબાની શાસન દ્વારા ખૂબ માર મારવામાં આવ્યો હતો.

https://twitter.com/MSharif1990/status/1435747585524858880?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1435747585524858880%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.newsnationtv.com%2Fworld%2Fnews%2Ftaliban-thrash-journalists-for-covering-protest-watch-shocking-photo-209153.html

આ પણ વાંચો – તાનાશાહી શરૂ! / અફઘાનિસ્તાનમાં મહિલાઓનાં રમવા પર પ્રતિબંધ, તાલિબાન કેબિનેટે લીધો નિર્ણય

વિવિધ મીડિયા અહેવાલોમાં નેમત મામલાને ટાંકીને ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે કે, અમે બૂમો પાડી રહ્યા હતા કે અમે પત્રકાર છીએ. પરંતુ તેઓએ અમારું સાંભળ્યું નહીં. મને લાગ્યું કે, હવે તેઓ મને મારી નાખશે. તે જ દિવસે તાલિબાને ટોલો ન્યૂઝનાં કેમેરામેનને પણ કેદ કર્યો હતો, જે પોતાના કેમેરામાં પ્રોટેસ્ટને કેદ કરી રહ્યા હતા. પરંતુ તાલિબાને તે જ દિવસે કેમેરામેનને છોડી દીધો. આપને જણાવી દઇએ કે, નવી દિલ્હીમાં અફઘાનિસ્તાન દૂતાવાસે તાલિબાની સરકારને ગેરકાયદેસર જાહેર કરી છે. અફઘાન દૂતાવાસે મહિલાઓ અને લઘુમતીઓને સામેલ ન કરવા બદલ તાલિબાન સરકારની ટીકા કરી છે. અફઘાન દૂતાવાસે અફઘાન વિદેશ મંત્રાલયને આપેલા નિવેદનમાં તાલિબાની સરકારને ગેરકાયદેસર અને તેની રચનાને ગેરવાજબી ગણાવી છે.