Ahmedabad News/ અમદાવાદમાં પૈસાની લેતીદેતીની અદાવત, ઘર બહાર પાર્ક કરેલું સ્કૂટર સળગાવ્યાનો આરોપ

Ahmedabad Scooter Fire: અમદાવાદના બાપુનગરમાં પૈસાની લેતીદેતીના વિવાદમાં ઘર બહાર પાર્ક કરેલું સ્કૂટર સળગાવ્યાની ફરિયાદ નોંધાઈ. પોલીસે તપાસ શરૂ કરી.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Scooter Fire: અમદાવાદના બાપુનગરમાં પૈસાની અદાવતે સ્કૂટર સળગાવ્યાનો આરોપ

Ahmedabad News: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં પૈસાની લેતીદેતીના વિવાદમાં ઘર બહાર પાર્ક કરેલું સ્કૂટર સળગાવ્યાની ઘટના (Ahmedabad Scooter Fire) સામે આવી છે. ફરિયાદ મુજબ, એક યુવકે તેના મિત્રના ઘર આગળ પાર્ક કરેલા ટુ-વ્હીલરમાં આગ લગાવી હતી. રાત્રે આગ દેખાતાં પરિવારજનો અને સ્થાનિક લોકોએ પાણી છાંટીને આગ કાબૂમાં લીધી હતી. આ મામલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

Ahmedabad Scooter Fire: રાત્રે દોઢ વાગ્યે સ્કૂટરમાં આગ લાગી

બાપુનગર (Bapunagar Crime News)ના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સોમનાથ મંદિર પાસે રહેતા 44 વર્ષીય પ્રવીણ રાઇકુવડે આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેઓ પ્લાસ્ટિક કંપનીઓમાં માર્કેટિંગનું કામ કરે છે. ફરિયાદ મુજબ, તેમણે પોતાના ભત્રીજા જયને મોપેડ અપાવ્યું હતું, જેનો તે ઉપયોગ કરતો હતો.

21 ઑક્ટોબરના રોજ સાંજે આશરે 6 વાગ્યે જય મોપેડ ઘર આગળ પાર્ક કરીને પોતાના મિત્રને મળવા ગયો હતો. ત્યારબાદ રાત્રે આશરે દોઢ વાગ્યે પ્રવીણ પાણી પીવા માટે બહાર આવ્યા ત્યારે પાર્ક કરેલા મોપેડમાં આગ લાગેલી જોવા મળી હતી.

આરોપીને ભાગતો જોયાનો ફરિયાદમાં ઉલ્લેખ

ફરિયાદી પ્રવીણના જણાવ્યા મુજબ, તે સમયે જયનો મિત્ર 25 વર્ષીય પુષ્પરાજસિંહ વાઘેલા ત્યાંથી ભાગતો દેખાયો હતો. પ્રવીણ અને આસપાસના રહીશોએ ભેગા થઈ પાણી છાંટીને આગ બુઝાવી હતી.

પૈસાની લેતીદેતીની અદાવત હોવાનો આક્ષેપ

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, જયે પ્રવીણને કહ્યું હતું કે અગાઉ પૈસાની લેતીદેતી (Money Dispute) બાબતે પુષ્પરાજસિંહ સાથે બોલાચાલી થઈ હતી. આ અદાવતને કારણે વાહન સળગાવાયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ મામલે પ્રવીણે પુષ્પરાજસિંહ સામે બાપુનગર પોલીસ (Bapunagar Police) સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: ઊંઝા કબીર આશ્રમ નજીક પૈસાની લેતીદેતીમાં શ્રમિકની કરાઈ હત્યા

આ પણ વાંચો: અમદાવાદ સરદારનગરમાં પૈસાની લેતીદેતીમાં મારામારી, યુવકના કપડાં ફાટ્યા; બંને પક્ષે ફરિયાદ

આ પણ વાંચો: અમદાવાદમાં ફરી લોહીયાળ ખેલ ખેલાયો, બારેજડીમાં પૈસાની લેતીદેતીમાં યુવકની કરપીણ હત્યા