સુરેન્દ્રનગર/ ચામુંડા માતાજી યુવા ગૃપ અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે એકીસાથે 65000 રોપાઓનું વાવેતર

ચામુંડા માતાજી યુવા ગૃપ અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે એકીસાથે 65000 રોપાઓનું વાવેતર, કાર્યને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડનમાં સ્થાન…

Gujarat Others

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે ચામુંડા માતાજી યુવા ગૃપ અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે એકીસાથે 65000 રોપાઓનું વાવેતર કરાયું હતુ. જે બદલ આ ઉત્કૃષ્ટ કાર્યને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડનમાં સ્થાન મળતા તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં આયોજકોને વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતુ. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના 65માં જન્મદિવસ 2 ઓગષ્ટના રોજ રાજ્યભરમાં વિવિધ સેવાકાર્યો હાથ ધરાયા હતા.

આ પણ વાંચો :સાંસદ વિનોદભાઈ ચાવડાની પંજાબના સહ પ્રભારી તરીકે નિમણુક

જે અંતર્ગત ચોટીલા શહેર અને ગ્રામ્યના 33 ગામોમાં એ દિવસે ચામુંડા માતાજી યુવા ગૃપ અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે એકીસાથે 65000 રોપાઓનું વાવેતર કરાયું હતુ. આ ઉત્કૃષ્ટ કાર્યની નોંધ વરસાદ બુક ઓફ રેકોર્ડસ લંડન દ્વારા લેવાઇ હતી અને આ કાર્યને બિરદાવવામાં આવ્યું હતુ. જે અનુસંધાને તાજેતરમાં ગાંધીનગર ખાતે સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ “વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડન”ના ગુજરાતના પ્રતિનિધિ દિવ્ય ત્રિવેદી દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને આયોજકોને એનાયત કરવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો :રાજ્યના ફાજલ શિક્ષકો અંગે શિક્ષણ વિભાગે કર્યો આ મોટો નિર્ણય

આ અંગે ગુજરાત પ્રદેશ યુવા ભાજપના મંત્રી એવા ચોટીલાના જય શાહે ગર્વભેર જણાવ્યું કે, ગુજરાતના સંવેદનશીલ અને યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મદિવસ એટલે 2 ઓગષ્ટે ચોટીલા શહેર અને ગામોમાં મળી “આપણું ચોટીલા હરીયાળું ચોટીલા”ના સૂત્ર સાથે 65000 રોપાઓનું વિક્રમજનક રીતે વાવેતર કરાયું હતુ. અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિડીયો સંદેશથી કાર્યક્રમ માટે અભિનંદન પાઠવ્યાં હતા. ગૃપ દ્વારા કાર્યક્રમના સ્થળ ઉપર રસીકરણનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો :કોરોના કાળમાં વિદેશ જવાની લ્હાયમાં માતાનું મોટું કારસ્તાન, કર્યું એવું કે તમે વાંચીને..

આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ મોટીવેશનલ સ્પીકર સંજયભાઇ રાવલ, ગુજરાત પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ અને સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ મહામંત્રી અનિરુદ્ધસિંહ પઢીયાર અને ગુજરાત પ્રદેશ યુવા ભાજપના મંત્રી જય શાહ સહિતના રાજકીય આગેવાનો હાજર રહ્યાં હતા. જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવામાં ચામુંડા માતાજી ગૃપના પ્રમુખ બલવીરભાઇ ખાચર, ભૂપતભાઇ ધાંધલ, દિગુભાઇ રાઠોડ, ચિરાગભાઇ શાહ, મેહૂલભાઇ ખંધાર, અતુલભાઇ કોટક, હિતેશભાઇ સરવૈયા અને વઘાભાઇ રબારીએ ભારે જહેમત ઉઠાવી હતી.

આ પણ વાંચો :અમદાવાદમાં ફરી દેખાયો દીપડો, જાણો કયા વિસ્તારમાં જોવા મળ્યા ફૂટપ્રિન્ટ

આ પણ વાંચો :ચુડામાં વહેંચેલું મકાન ખાલી નહીં કરનાર શખ્સ વિરૂધ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો નોંધાયો