Earthquake/ ગીર સોમનાથના ઉનામાં અનુભવાયા 3.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા

ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક આજે બપોરે અઢી વાગ્યાની આસપાસ 3.4 ની તીવ્રતાનો ભૂકંપના આંચકા અનુભવાયા છે. જે બાદ લોકોમાં ગભરાટ મચી જવા પામ્યો છે

Gujarat Others
ભૂકંપના આંચકા

ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક આજે બપોરે અઢી વાગ્યાની આસપાસ 3.4 ની તીવ્રતાનો ભૂકંપના આંચકા અનુભવાયા છે. જે બાદ લોકોમાં ગભરાટ મચી જવા પામ્યો છે ગીર બોર્ડરના નાના-મોટા 15 ગામડાઓમાં પણ 2:30 અને 2:33 વાગ્યે તીવ્ર ભૂકંપના ઝટકા અનુભવાયા છે. જો કે ભૂકંપના આંચકા એટલાં તીવ્ર હતાં કે લોકો ગભરાઇને ઘરની બહાર નીકળી ગયાં હતાં. 3.4ની તીવ્રતાના 2 આંચકાથી જસાધાર રેન્જના ગીર બોર્ડર ગામડાઓમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે. જો કે ઉના અને ગીરગઢડામાં ભૂકંપની નહીવત અસર જોવા મળી છે.

આ પણ વાંચો :અમદાવાદ લીંબડી હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, બે લોકોના મોત

જણાવી દઈએ કે, ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉનાથી 30 કિલોમીટર દૂર નોર્થ નોર્થ વેસ્ટ દિશામાં છે.

આ વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ જસાધાર રેન્જના ઉના અને ગીરગઢડા આસપાસના ૧૫ ગામોમાં ભૂકંપની તીવ્રતા અનુભવાઈ હતી લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપના કારણે જાનમાલની ખુવારીના કે તેવા કોઈ અહેવાલો સદ્નસીબે હજુ સુધી પ્રાપ્ત થયા નથી.

આ પણ વાંચો :સૌ.યુનિ. હવે પેપરલેસ થવા તરફ જઈ રહી છે ; નવેમ્બરમાં મેઈન બિલ્ડીંગ સંપૂર્ણ ડિજીટલાઈઝ્ડ થશે

જણાવી દઇએ કે, અમરેલી જીલ્લાના કેટલાંક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ખાંભા અને ગ્રામ્ય વિસ્તારોમાં આંચકાઓ અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે. ઘૂઘવાણા, બોરાળા, હનુમાનપર, પચપચીયા, ખાડાધાર સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. 2:30 વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતાં. 3.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. જેનું કેન્દ્રબિંદુ ઉના નજીક હોવાનું સામે આવ્યું છે. ભૂકંપના આંચકાઓનો અનુભવ થતા જ લોકો ગભરાઇને ઘરની બહાર નીકળી ગયા હતાં.

આ પણ વાંચો :દસાડાના નાવીયાણી-મેરા રોડ પરથી વિદેશી દારૂની 347 બોટલો સાથે કાર ઝડપાઇ, એક આરોપી ઝબ્બે

કેમ  વારંવાર આવે ભૂકંપ?

આપણી પૃથ્વીની અંદર પ્લેટો છે, જે સતત ફરતી રહે છે. જે જગ્યાએ આ પ્લેટો વધુ ટકરાય છે તેને ફોલ્ટલાઇન કહેવામાં આવે છે. પ્લેટોની વારંવાર અથડામણને કારણે, તેના ખૂણાઓ ટ્વિસ્ટેડ છે. વધેલા દબાણને કારણે આ પ્લેટો તૂટી જાય છે. તે જ સમયે, તેઓ પૃથ્વીની સપાટી પર નીચે આવવાનો માર્ગ શોધે છે. આ પૃથ્વી પર ચળવળ શરૂ કરે છે. આને ભૂકંપ કહેવાય છે. તેથી જ ભૂકંપના આંચકા દર વખતે અનુભવાય છે.

આ પણ વાંચો :દહેગામમાં કરિયાણાની દુકાનમાં ચોરી કરનાર બે આરોપીઓ ઝડપાયા, ત્રણ ફરાર