Pitru Paksha Shradh 2021/ પિતૃપક્ષમાં દરરોજ આ કાર્ય કરવાથી થાય છે અનેક લાભો …….

કેટલાક એવા સરળ કાર્યો તો ચોક્કસ દિવસની શરૂઆત સાથે કરી શકીએ જે આપને પિતૃ કૃપાના અધિકારી બનાવે.

Dharma & Bhakti Navratri 2022

પિતૃપક્ષ અત્યારે ચાલી રહ્યો છે. પિતૃપક્ષમાં પિતૃઓને પ્રસન્ન કરવા અને તેમની આત્માને શાંતિની પ્રાપ્તિ થાય તે માટે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. તો સાથે જ જીવનમાં અનુભવાતી સમસ્યાઓ અને પરેશાનીઓને દૂર કરવાનું સામર્થ્ય પણ પિતૃ પક્ષ ધરાવે છે. એવું કહેવાય છે કે પિતૃઓ પ્રત્યે એટલે કે પોતાના પૂર્વજો પ્રત્યે આભાર પ્રગટ કરવાનો અવસર એટલે શ્રાદ્ધ પક્ષ. શ્રાદ્ધ પક્ષમાં થતું કર્મ પિતૃ દોષની સાથે અન્ય ગ્રહ દોષને પણ નિવારે છે.

આ પણ વાંચો :એકવાર ફરી મને નજરબંદ કરવામાં આવી, આ છે કાશ્મીરની વાસ્તવિક તસવીરઃ મહેબૂબા મુફ્તી

કેટલીયે વખત એવું થાય છે કે વારંવાર કોઈને કોઈ પરેશાની વ્યક્તિને ઘેરી વળે છે. માન્યતા છે કે વારંવાર બિમારીનો સામનો કરવો પડે, ઘરમાં કલેશનું વારંવાર વાતાવરણ બને, આર્થિક સંકળામણ અનુભવાય, દેવું વધતું જાય, માનસિક તણાવનો અનુભવ થાય કે કોઈ અજાણ્યા શત્રુનો વારંવાર ભય લાગે તો સમજવું પિતૃઓ નારાજ છે. ત્યારે આ તમામ સમસ્યાઓને દૂર કરવા માટે પિતૃઓનું પૂજન, તર્પણ કે પીંડદાન અચૂક પણે કરવામાં આવે છે.

આ પણ વાંચો ; મનીષ તિવારીએ પોતાની જ પાર્ટી પર કર્યો કટાક્ષ, કહ્યુ- પાકિસ્તાન લઇ શકે છે લાભ

કેટલાક એવા સરળ કાર્યો તો ચોક્કસ દિવસની શરૂઆત સાથે કરી શકીએ જે આપને પિતૃ કૃપાના અધિકારી બનાવે. જે કાર્ય કરવાથી ગૃહ કલેશ દૂર થાય, જે કાર્ય કરવાથી માનસિક તણાવ ઓછો થાય છે, જે કાર્ય કરવાથી આર્થિક પ્રશ્નોને દૂર થાય. શ્રાદ્ધ કર્મની સાથે જો નિત્ય નીચે જણાવેલા કાર્ય કરશો તો અવશ્ય વ્યક્તિને પિતૃઓના આશિર્વાદની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે.

⦁ પિત પક્ષમાં નિત્ય પિતૃઓનું સ્મરણ કરવું.
⦁ પૂર્વજોએ કરેલા કામને આદર પૂર્વક યાદ કરવા.
⦁ પોતાની ભૂલની ક્ષમા પણ માગવી.
⦁ પિતૃપક્ષમાં ક્રોધ, મોહ, નશો કે અહંકાર કદાપિ ન કરવો.
⦁ ઘરે ભિક્ષા માટે આવેલા કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથ પાછો ન મોકલવો.
⦁ નિત્ય ગાયને રોટલી કે ચારો ખવડાવવો.
⦁ પિતૃપક્ષમાં નિત્ય ઘરની છત પર પક્ષીઓને ચણ નાંખવું.