Not Set/ આર્યન પાસેથી ડ્રગ નથી મળી પરંતુ ડ્રગ્સના કાળા કારોબારમાં હોઈ શકે છે સામેલ…!

NCBએ કહ્યું કે આર્યન ખાન પાસે ભલે ડ્રગ્સ મળ્યું નહીં હોય પરંતુ આર્યન સહિત તમામ આરોપીઓ ડ્રગ્સના ધંધામાં સામલે છે. 

Top Stories Trending Entertainment

આર્યનના જામીનની સુનાવણી આજે મુંબઈ કોર્ટમાં થઈ હતી. પરંતુ કોર્ટે આર્યન ખાનને જમીન આવતીકાલ ઉપર મુલતવી રાખ્યા  છે. કોર્ટમાં આર્યનના વકીલ અમિત દેસાઈ, સતીશ એલ મણેશિંદે હાજર હતા. સાથે શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણી પણ કોર્ટ પહોંચી હતી.  ડ્રગના કેસમાં ધરપકડ કરાયેલા આર્યનના જામીન માટે આર્યનના વકીલે કોર્ટમાં અરજી કરી હતી.

NCB એ કોર્ટને કહ્યું કે ભલે આર્યન ખાન પાસેથીડ્રગ નથી મળી. પરંતુ તપાસ બાદ જાણવા મળ્યું છે કે તે પેડલર સાથે સતત સંપર્કમાં હતો. તે આ ડ્રગ્સ પાર્ટીમાં પણ સામેલ હતો. આ એક મોટું ષડયંત્ર છે. આ સમગ્ર મામલાની તપાસ કરવાની જરૂર છે. આર્યન કોન્ટ્રાબેન્ડ ખરીદવાના ગંભીર આરોપોનો સામનો કરી રહ્યો છે. એનસીબીના અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.આ વાત જાણીતી છે કે આર્યન ખાન ઉપરાંત નૂપુર સારિકા, મુનમુન ધામેચા, શ્રેયસ નાયર, અરબાઝ મર્ચન્ટ અવિનાશ સાહુ, આચિકા અને ડ્રગ પાર્ટીમાં પકડાયેલા મોહન જયસ્વાલની આજે સુનાવણી હતી.

તમને જણાવી દઈએ કે, 11 ઓક્ટોબરે કોર્ટે આર્યનની જામીન અરજી પર સુનાવણી કરી ન હતી. આ કારણે તેને જામીન મળ્યા નથી. આજે પણ કોર્ટે આ મામલે નિર્ણય મોકૂફ રાખ્યો છે.

https://www.instagram.com/p/CU7hH63vYpL/?utm_source=ig_embed&ig_rid=827cc4f1-3d1a-4b45-aa40-54dd2676da32

 

ગઈ 2 ઓક્ટોબરના રોજ પકડાયેલા બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના ક્રુઝ પાર્ટી ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એ આજે કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. NCBએ આર્યન ખાનને જામીન આપવાનો વિરોધ કર્યો છે. NCBએ પોતાના જવાબમાં આર્યન ખાન પર આક્ષેપ કર્યો છે. NCBએ કહ્યું કે આર્યન ખાન પાસે ભલે ડ્રગ્સ મળ્યું નહીં હોય પરંતુ આર્યન સહિત તમામ આરોપીઓ ડ્રગ્સના ધંધામાં સામલે છે.  NCBએ કહ્યું કે વિદેશમાં થયેલા વ્યવહારોની તપાસ ચાલી રહી છે, તે માટે આર્યનને જામીન આપી શકાય નહીં.

માયાનગરીના બાદશાહ શાહરુખ ખાનનો પુત્ર હવે ડ્રગ્સ કૌભાંડની તપાસના તાર હવે ભારતની બહાર પણ જોડાયેલો જોવા મળી રહ્યો છે. એનસીબીને શંકા છે કે રેવ પાર્ટી માટે લાવવામાં આવેલી દવાઓ માટે નાણાં ક્રિપ્ટો ચલણમાં ચૂકવવામાં આવ્યા હતા. હવે સવાલ એ છે કે આ પૈસા કોણે અને કોને આપ્યા.

ધરપકડ કરાયેલા લોકો પાસેથી મળેલા સંકેતોના આધારે, એનસીબીએ બે ડ્રગ પેડલર્સની ધરપકડ કરી હતી. પહેલા શ્રેયસ નાયરને પકડ્યો. તેણે ક્રુઝ પાર્ટીમાં લોકોને ડ્રગ પૂરું પડ્યું હતું.  જોગેશ્વરીમાંથી અન્ય એક સેલિબ્રિટી ડ્રગ પેડલર પકડાયો. તેની પાસેથી પાંચ લાખની કિંમતની એમડી નામની દવાઓ મળી આવી હતી. આ ડ્રગ પેડલર બિટકોઇનમાં દવાઓ માટે પૈસા લેતો હતો. સમય જતા અ કેસમાં વધુ ખુલાસા સામે આવીં શકે છે