કોંગ્રેસે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની નવી પાર્ટી અને ભાજપ સાથે ગઠબંધનની શક્યતાઓ પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે અમરિંદર સિંહનું પગલું સાબિત કરે છે કે પાર્ટી દ્વારા તેમને મુખ્યમંત્રી પદ પરથી દૂર કરવાનો નિર્ણય સંપૂર્ણપણે સાચો હતો.
પક્ષના પ્રવક્તા ગૌરવ વલ્લભે એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે શું કૃષિ સંબંધિત ‘ત્રણ કાળા કાયદા’ લાવવા માટે ભાજપ અને અમરિંદર સિંહ વચ્ચે કોઈ જુગલબંધી હતી. પંજાબ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ સાથેના વિવાદ અને પક્ષમાં ઘર્ષણ બાદ પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપનાર અમરિંદર સિંહે મંગળવારે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં પોતાનો રાજકીય પક્ષ બનાવશે.
તેમણે એમ પણ કહ્યું કે જો તેઓ ખેડૂતોના મુદ્દાને તેમના હિતમાં હલ કરે તો તેઓ ભાજપ સાથે બેઠક વહેંચણીની વ્યવસ્થાની અપેક્ષા રાખે છે. અમરિંદર સિંહના આ નિવેદન પર કોંગ્રેસે કહ્યું છે કે, ‘શું આ ત્રણ કાળા કાયદાઓને લઈને ભાજપ અને અમરિંદર સિંહ જી વચ્ચે કોઈ જુગલબંધી હતી?’
ગૌરવ વલ્લભે કહ્યું કે, ’99 ટકા ધારાસભ્યો આ વિશે પહેલાથી જ સમજી ગયા હતા. આજે કેપ્ટન સાહેબ તેમના પગલાથી કોંગ્રેસના નિર્ણયને 100 ટકા યોગ્ય ઠેરવી રહ્યા છે. તેમણે આગળ કહ્યું, “હું પાર્ટી અને પંજાબમાં તેમના યોગદાનને ઓછુ નથી કરી રહ્યો. પરંતુ સવાલ એ છે કે, કેપ્ટન સાહેબ ત્રણ કાળા કાયદા લાદનાર પક્ષ સાથે જવાનું કેમ પસંદ કરી રહ્યા છે
