G-20 summit/ PM MODI 27થી 31 ઓક્ટોબર દરમ્યાન G20 સંમેલનમાં ભાગ લેવા ઈટાલીના પ્રવાસે જશે

G20 સમિટમાં ભાગ લેવાની સાથે સાથે પીએમ નરેન્દ્ર મોદી ઘણા દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા પણ કરશે.

Top Stories India

અમેરિકી પ્રવાસ બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 ઓક્ટોબરથી યુરોપના પ્રવાસે જઈ રહ્યા છે. પીએમ મોદી પોતાના ઇટાલી પ્રવાસ દરમ્યાન G20 સમિટમાં ભાગ લેશે. માહિતી મુજબ, G20 સંમેલન 30-31 ઓક્ટોબરના રોજ રોમ, ઇટાલીમાં યોજાવાની છે. આ સંમેલનમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ સામેલ થશે.

આ પણ વાંચો ;લીગલ નોટિસ / PDPએ સત્યપાલ મલિકને કાનૂની નોટિસ મોકલી,મહેબૂબા પર કાયદાના દુરુપયોગનાે આરોપ

મળતી માહિતી મુજબ, G20 સમિટમાં ભાગ લેવાની સાથે સાથે પીએમ નરેન્દ્ર મોદી ઘણા દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા પણ કરશે. આ પ્રવાસ માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કોરોના સમયગાળા પછી, G20 કોન્ફરન્સ થશે, જે ફિઝિકલ મોડમાં થઈ રહી છે.

આ પણ વાંચો :Business / તહેવારોની મોસમ આવી ગઈ છે, સોનું ખરીદતી વખતે ધ્યાનમાં રાખશો આ ખાસ બાબતો

ગયા વર્ષે વડાપ્રધાન મોદીએ સાઉદી અરેબિયાની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું હતું. કોરોના સંકટ વચ્ચે શરૂ થયેલી 15 મી જી -20 સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બીજા વિશ્વયુદ્ધ પછી કોરોના વિશ્વ માટે સૌથી મોટો પડકાર છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ પરિષદમાં હાજરી આપી હતી. કોન્ફરન્સની અધ્યક્ષતા સાઉદી અરેબિયાના રાજા સલમાને કરી હતી.

આ પણ વાંચો ;કારકિર્દી / રૉબોટિક્સ એન્જિનિયરિંગ નવા યુગની નવી કારકિર્દી