અમરેલી/ ધારી ગીર વિસ્તારમાં ગુજરાત-સૌરાષ્ટ્રભરમાંથી પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી

સફારી પાર્ક જવાનો માર્ગ છેલ્લા ઘણા મહિનાઓથી અતિ બિસ્માર છે. જેના કારણે અહી પર્યટકો પણ ભારે પરેશાન થતા જોવા મળ્યા હતા.

Gujarat

    રાજયમાં  દિવાળી તહેવારનો  તહેવાર સારો જામ્દિયો જોવા મળ્યો હતો . જે અંતર્ગત   અનેક પ્રવાસ સ્થળોએ લોકોની ભારે ભીડ  જોવા મળી રહી છે . ત્યારે આપણા સૌરાષ્ટ્રની પ્રખ્યાતએવી  જગ્યા  કે જ્યાં લોકોપ    તહેવાર બાદ પરિવાર સાથે લોકો ગુજરાતભરમાંથી સૌરાષ્ટ્રના ગીર જંગલ વિસ્તારમાં દર વર્ષે આવતા હોય છે. એ જ રીતે આ વખતે પણ ધાર્મિક સ્થળો સહિત ગીર જંગલ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી ભીડ વધી રહી છે. અમરેલી જિલ્લામાં આવેલા ધારી ગીર પૂર્વ વિસ્તારમાં આ વર્ષે પણ પ્રવાસીઓ સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાંથી આવી રહ્યા છે, ત્યારે અહીં આંબરડી નજીક સફારી પાર્કમાં સિંહ દર્શન ઉપરાંત ગળધરા ખોડિયાર મંદિર અને ધોધ સહિતના કુદરતી નજારાનો પર્યટકોએ આનંદ લીધો હતો.

આ પણ વાંચો ;T20 World Cup / સેમિફાઇનલની 4 ટીમો થઇ નક્કી, જાણો કઇ ટીમ કોની વિરુદ્ધ રમશે?

પર્યટકો સૌથી પહેલા ધારી નજીક આવેલા સફારી પાર્કમાં આવે છે અને સિંહ દર્શન કરે છે. સિંહ દર્શનની ટીકીટ 190 રૂપિયા છે. સિંહ દર્શન કર્યા બાદ અહીં નજીક આવેલા ગળધરા ખોડિયાર મંદિરના દર્શનનો લાભ લઇ પર્યટકો ધન્યતા અનુભવે છે. ત્યારબાદ અહીં પાણીનો ધોધ અને ઘુનો છે, જેનો કુદરતી નજારો જોવા માટે પણ લોકોની સતત અવર જવર રહે છે. અહીં પર્યટકો મોટી સંખ્યામાં આવતા હોવાના કારણે વનવિભાગ અને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે, જેથી તમામ હિલચાલ અને ગતિવિધિ પર નજર રાખી શકાય.

આ પણ વાંચો ;Viral Video / સેલ્ફી લેવા આવેલા યુવક પર બગડ્યા સલ્લુભાઈ, વાયરલ થયો Video

સફારી પાર્ક જવાનો માર્ગ છેલ્લા ઘણા મહિનાઓથી અતિ બિસ્માર છે. જેના કારણે અહી પર્યટકો પણ ભારે પરેશાન થતા જોવા મળ્યા હતા. ધૂળની ડમરી દિવસ દરમિયાન સતત ઉડી રહી હોવાથી અકસ્માતની સંભાવનાઓ પણ છે.

આ પણ વાંચો ;Technology / વોટ્સએપ પર અજાણ્યા નંબરથી આવે છે ગુડ મોર્નિંગ મેસેજ, તો સાવધાન