Not Set/ સોમવારથી આ બ્રિજનું શરૂ થશે સમારકામ,વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડશે

બ્રિજની કામગીરીને લઈને વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. જમાલપુરના સરદાર બ્રિજ પર સવારના સમયે પણ ખૂબ ટ્રાફિક હોય છે ત્યારે એક જ બાજુના બ્રિજ પર બંને તરફનો વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવશે

Ahmedabad Gujarat

ગુજરાત રાજય આમતો ઘણું વિકસિત રાજય  છે. આં રાજયમાં દિવસે ને દિવસે કઈ ને કઈ થતું બનતું આવે છે. અન્સય રાજયની સરખામણીમાં તો આ રાજય ઘણું પાછળ છે છતાં  વિકાસ સતત કરતુ જોવા મળી રહ્રયું છે . તેમાં પણ  રાજયના  માન્ચેસ્ટર તરીકે  અમદાવાદ ને ગણવામાં આવે  છે. આ શહેર ખુબ જ વિકસિત જોવા મળી રહ્યું છે .  આ શહેર માં અત્યાર સુધીમાં  ઘણા બ્રીજો બનવવામાં આવી રહ્યા છે. જમાલપુરના સરદાર બ્રિજના રિપેરિંગની કામગીરી વખતે બ્રિજના બે ભાગનું વારાફરતી રિપેરિંગ કરાશે. જેમાં પહેલા જમાલપુર સ્માશન ગૃહથી એનઆઈડી તરફથી બ્રિજ પર એક્સપાન્સ જોઈન્ટ બદલવાના હોવાથી બીજી બાજુના ભાગે બંને બાજુનો ટ્રાફિક ચાલુ રાખવામાં આવશે. ત્યારબાદ બીજા તબક્કામાં ટાઉનહોલથી જમાલપુર તરફના બાકી રહેતા બ્રિજનું રિપેરિંગ કરવામાં આવશે. ત્યારે સામેની સાઈડ પર બંને બાજુનો ટ્રાફિક ચાલુ રાખવામાં આવશે.

સરદાર બ્રિજમાં જોઈન્ટ એક્સપાન્સન બદલવાની કામગીરી થવાની છે. જેનો ખર્ચ આશરે 80 લાખ રૂપિયા થશે. સાબરમતી નદી પરના તમામ બ્રિજના સમારકામની કામગીરી છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે. જેમાં જમાલપુરના સરદાર બ્રિજના રિપેરિંગની કામગીરી વખતે બ્રિજના બે ભાગનું વારાફરતી રિપેરિંગ કરાશે. જેમાં પહેલા જમાલપુર સ્માશન ગૃહથી એનઆઈડી તરફથી બ્રિજ પર એક્સપાન્સ જોઈન્ટ બદલવાના હોવાથી બીજી બાજુના ભાગે બંને બાજુનો ટ્રાફિક ચાલુ રાખવામાં આવશે. ત્યારબાદ બીજા તબક્કામાં ટાઉનહોલથી જમાલપુર તરફના બાકી રહેતા બ્રિજનું રિપેરિંગ કરવામાં આવશે. ત્યારે સામેની સાઈડ પર બંને બાજુનો ટ્રાફિક ચાલુ રાખવામાં આવશે.

આ પણ વાંચો ;હુમલો / મણિપુરમાં સેનાના કાફલા પર થયો આતંકી હુમલો, કર્નલ અને 3 જવાન સહિત 7 ના મોત

બ્રિજની કામગીરીને લઈને વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. જમાલપુરના સરદાર બ્રિજ પર સવારના સમયે પણ ખૂબ ટ્રાફિક હોય છે ત્યારે એક જ બાજુના બ્રિજ પર બંને તરફનો વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવશે તો ટ્રાફિકની સમસ્યા સર્જાશે. તેથી, આ બ્રિજનો ટ્રાફિક નજીકમાં આવેલા અન્ય બ્રિજ તરફ વળશે. ભૂતકાળમાં પણ અન્ય બ્રિજની કામગીરી વખતે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.

ઈનકમટેક્સ ગાંધીબ્રિજ અને નહેરુ બ્રિજના સમારકામ વખતે બ્રિજ પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. એક કિમી  લાંબી લાઈન થતાં વાહનચાલકો પરેશાન થઈ ગયા હતા. સરદાર બ્રિજ પરથી તો વળી એસટી બસ પણ વધારે પસાર થાય છે તેથી તે બ્રિજનો ઉપયોગ કરવાનું ટાળી વાહનચાલકો એલિસબ્રિજથી જમાલપુર એસટી બસ સ્ટેન્ડ તરફ જઈ શકે છે.

આ પણ વાંચો ;એન્કાઉન્ટર / મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ એન્કાઉન્ટરમાં 4 નકસલીઓના મોત,સર્ચ ઓપરેશન ચાલુ