થોડા સમયથી ગુજરાતમાંથી જે રીતે ડ્રગ્સ મળી રહ્યું છે તે જોતાં લાગે રહ્યું છે કે, ગુજરાત જાણે ડ્રગસ ઘૂસાડવાનું પ્રવેશદ્વાર બની ગયું હોય. મુન્દ્રા, પોરબંદર, દ્વારકા બાદ સોમવારે મોરબીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાતાં રાજ્યમાં હડકંપ મચી જવા પામ્યો છે. મોરબીના ઝીંઝુડામાં ATS અને SOG એ આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. 600 કરોડના ડ્રગ્સ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરાઈ છે. ત્યારે ગુજરાતના DGP આશિષ ભાટિયાએ આ અંગે મહત્વની જાણકારી આપી હતી.
આ પણ વાંચો : શું કોઈ માતા આટલી ક્રૂર હોઈ શકે? મહિલાએ પોતાની 18 દિવસની બાળકીને નદીમાં ફેંકી
પત્રકાર પરિષદ દરમિયાન DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ડ્રગ્સ પહોચાડવાનું કાવતરું UAEમાં ઘડવામાં આવ્યું હતું. ઘરમાં દરોડા પાડી 120 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે.આ અંગે મોરબીના ઝીંઝુડામાં ATS અને SOGએ રાત્રીના સમયે દરોડો પાડતા બે મકાનમાં તપાસ 120 કિલો હેરોઇન ઝડપાયું છે જેની કિંમત 600 કરોડ રૂપિયાની આસપાસ થાય છે.
DGP આશિષ ભાટિયાએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી ત્રણ આરોપીઓ શમશુદ્દીન પીરઝાદા, ગુલામ હુસૈન, મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બારની ધરપકડ કરી લેવામાં આવી છે. હજુ બે આરોપી વોન્ટેડ છે.ડ્રગ્સ ઘુસાડવાનો મુખ્ય આરોપી ભેજાબાજ પાકિસ્તાનનો ઝહિર બલોચ છે. ઓક્ટોબર 2021માં ગુજરાતમાં ડ્રગ્સ લાવવામાં આવ્યું હતું. ડ્રગ્સ પહેલા આફ્રિકા મોકલવાનું હતું પરંતુ બાદમાં ગુજરાત મોકલવામાં આવ્યું હતું. ગુલામ અને જબ્બાર બન્ને ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.
આ પણ વાંચો :સુરેન્દ્રનગરના પાટડીના ખારાઘોડા-ફુલકી રોડ રૂ. 9 કરોડના ખર્ચે રોડનું કામ હાથ ધરાયું
ગુજરાત પાસે 1600 કિમી લાંબો દરિયા કિનારો છે. સાથે જ ગુજરાતની બોર્ડરને અડીને આવેલા પાડોશી દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં નશાની ખેતી સાથે જોડાયેલા છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસે છે. ઈરાન અને પાકિસ્તાનની ડ્રગ્સ ઘૂસાડવામાં સાંઠગાંઠ છે. જમીની સરહદનો પહેરો ઝડબેસલાક છે એટલે માફિયાઓનો ડોળો દરિયા પર છે.
ગુજરાતના 14 પોર્ટ કાર્ગો સંચાલિત છે. પોર્ટ પર આવતા તમામ સામાનની ઉંડાણથી તપાસ શક્ય નથી. જેનો ફાયદો ઉઠાવી ડ્રગ્સ માફિયાઓ અવનવી તરકીબ અપનાવે છે. ભારતમાં કેટલાક ગદ્દારોના પાકિસ્તાન સાથે છેડા મળેલા છે. ડ્રગ્સ માફિયાઓની લિંક અફઘાનિસ્તાનના અનેક શહેરોમાં પણ છે. ગુજરાતના દરિયે આવેલું ડ્રગ્સ દેશના અનેક ખૂણામાં સપ્લાય કરવાનો પ્લાન કરાય છે. અહીંથી અન્ય પશ્ચિમી દેશોમાં પણ ડ્રગ્સ મોકલે છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનાની અંદર કચ્છ, પોરબંદર, દ્વારકા અને હવે મોરબીમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવતા ડ્રગ્સ માફિયાઓમાં ડરનો માહોલ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો : પાટડી શક્તિમાતા મંદિર દ્વારા પાટડીના તમામ દુકાનદારોને પ્રસાદીરૂપે શ્રીફળ
આ પણ વાંચો :મહાનગરપાલિકાઓ બાદ દ્વારકામાંથી નોન વેજની લારીઓ દુર કરવાની ધનરાજ નથવાણીની માંગ
આ પણ વાંચો :મોરબીના ઝીંઝુડામાંથી ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપાયો,ડ્રગ્સ માફિયાઓ પર સર્જિકલ સ્ટ્રાઇક
