અભિયાન/ વડોદરામાં ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને પેટ્રોલ મફત લઇ જાવ…

જો તમે નિયમોનું પાલન કરો છો તો પોલીસ તમને ટ્રાફિક ચેમ્પ યોજના અતર્ગત તમને પેટ્રોલ પણ મફત મળશે

Top Stories Gujarat

સાવચેત રહો, અકસ્માત થયો! આ વાત લોકોને સમજાય તે માટે વડોદરાની ટ્રાફિક પોલીસ એક નવું અભિયાન ચલાવી રહી છે. ખરેખર અહીંની પોલીસ એક નવી સ્કીમ લઈને આવી છે. જેમાં તમને આ યોજના અતર્ગત એક ભેટ કૂપન આપવામાં આવશે જેમાં તમને સન્માન પણ મળશે અને પેટ્રોલ મફતમાં મળશે

લોકો ટ્રાફિકના નિયમોને અનુસરે તે માટે આકર્ષક યોજના શરૂ કરવામાં આવી છે. વડોદરા પોલીસ કમિશનરે સમશેર સિંહે કહ્યું કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિક ચેમ્પ અભિયાન લોન્ચ કરી છે. જે હેઠળ જે નાગરિકો ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરે છે તેમને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાશે. તેમને 100 રૂપિયાનું પેટ્રોલ પણ ફ્રીમાં આપવામાં આવશે

 


વડોદરા શહેરમાં જો તમે ટ્રાફિક નિયમનુ પાલન કરશો તો તમને ફાયદો થશે અને  પોલીસ તરફથી સનામાન પણ મળશે, જો તમે નિયમોનું પાલન કરો છો તો પોલીસ તમને ટ્રાફિક ચેમ્પ યોજના અતર્ગત તમને પેટ્રોલ પણ મફત મળશે,આજે પેટ્રોલના ભાવ આસમાને પહોચ્યા છે તેમાં વડોદરા શહેરીજનો પેટ્રોલ મફત મળશે તો તમને આંશિક રાહત થશે.

લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે વડોદરા પોલીસે સરાહનીય પહેલ શરૂ કરી છે. જે મુજબ જે નાગરિકો ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરશે, તેમને સર્ટિફિકેટ આપવામાં આવશે. તેની સાથે જ તેમને 100 રૂપિયાનું પેટ્રોલ પણ ફ્રીમાં આપવામાં આવશે. આટલું જ નહીં રેસ્ટોરન્ટની ડિસ્કાઉન્ટ કુપન પણ તેમને આપવામાં આવશે. આ અભિયાન આખુ વર્ષ ચાલશે. કમિટી રોજ 50 લોકોને પ્રોત્સાહિત યોજનાનો લાભ આપશે. તેના માટે રોજ સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી સીસીટીવી પર પોલીસની ટીમ મોનિટરિંગ કરશે.