Not Set/ PM મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક થયા બાદ ટ્વિટરે આપી આ પ્રતિક્રિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ રવિવારે રાત્રે થોડા સમય માટે હેક કરવામાં આવ્યું અને ક્રિપ્ટોકરન્સીનો પ્રચાર કરતી ટ્વીટ પણ કરવામાં આવ્યુ. આ અંગે PMO એ કહ્યું કે, આ મુદ્દો ટ્વિટર સાથે ઉઠાવવામાં આવ્યો છે.

Top Stories India
PM Modi Twitter Hacked

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર હેન્ડલ રવિવારે થોડા સમય માટે હેક થયું હતું. એટલું જ નહીં, આ હેન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવી હતી કે ભારતે “બિટકોઈનને સત્તાવાર રીતે કાયદેસર કરી દીધું છે. આ સમાચાર ટ્વીટ થયા પછી લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ હતી. આ પછી, વડાપ્રધાન કાર્યાલય (PMO) એ સ્પષ્ટીકરણ આપ્યું. PMO તરફથી કહેવામાં આવ્યું હતું કે, ટ્વિટર પર આ મામલો ઉઠાવ્યા બાદ તુરંત જ એકાઉન્ટને સુરક્ષિત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો – મોટા સમાચાર / PM મોદીનું ટ્વિટર એકાઉન્ટ થોડી ક્ષણો માટે થયુ Hack, જાણો શું થયુ Tweet

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ રવિવારે રાત્રે થોડા સમય માટે હેક કરવામાં આવ્યું અને ક્રિપ્ટોકરન્સીનો પ્રચાર કરતી ટ્વીટ પણ કરવામાં આવ્યુ. આ અંગે PMO એ કહ્યું કે, આ મુદ્દો ટ્વિટર સાથે ઉઠાવવામાં આવ્યો છે અને એકાઉન્ટને રિસ્ટોર કરવામાં આવ્યું છે. હવે ટ્વિટરે પણ આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. ટ્વિટરે કહ્યું છે કે, PM મોદીનું એકાઉન્ટ હેક થવાની માહિતી મળતા જ તેમની ટીમે તેને સુરક્ષિત કરી લીધું હતું. ટ્વિટરનાં પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વડાપ્રધાન કાર્યાલય સાથે વાતચીત માટે અમારી સેવાઓ 24 કલાક, દિવસનાં 7 દિવસ ખુલ્લી છે. અમને આ પ્રવૃત્તિ વિશે જાણ થતા જ અમારી ટીમે હેક થયેલા એકાઉન્ટને સુરક્ષિત કરવા માટે જરૂરી પગલાં લીધા હતા.

આ પણ વાંચો – જાહેરાત / મહારાષ્ટ્ર સરકારે કરી મોટી જાહેરાત, મરાઠા અનામત આંદોલનમાં માર્યા ગયેલા પરિવારજનોને આપવામાં આવશે…

PMO તરફથી કહેવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર હેન્ડલ થોડા સમય માટે કોઈએ હેક કર્યું હતું. આ મામલો ટ્વિટર પર ઉઠાવવામાં આવ્યો હતો અને તુરંત જ એકાઉન્ટને સુરક્ષિત કરવા માટે કામ કરવામાં આવ્યું હતું. જ્યારે એકાઉન્ટ થોડા સમય માટે હેક થયું હોય ત્યારે શેર કરેલી કોઈપણ ટ્વીટને અવગણવી જોઈએ.

માઈક્રોબ્લોગિંગ સાઈટની આંતરિક તપાસમાં એ પણ સંકેત આપવામાં આવ્યો છે કે PM મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક થવા પાછળ ટ્વિટરની સિસ્ટમમાં કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન જવાબદાર નથી. દરમિયાન, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયની ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-IN) પણ હેકિંગ કોણે કર્યું તે શોધવાનો પ્રયાસ કરી રહી છે.