- આપ નેતાઓએ ગેરવર્તણૂંક કરી હોવાનો આરોપ
- ભાજપ મહિલા નેતાઓએ કર્યો ગંભીર આરોપ
- આપ કાર્યકરોએ મહિલા કાર્યકરો સાથે કરી ઝપાઝપી
- નશાની હાલતમાં છેડતી કર્યાનો કર્યો ગંભીર આરોપ
ગુજરાત રાજ્યમાં રાજ્યમાં પેપર લીક કૌભાંડના આકરા પડઘા પડી રહ્યા છે. જ્યાં કોંગ્રેસ વિરોધ કરવામાં પણ પાછી પડી રહી છે. ત્યાં આપ વિરોધ કરવા મામલે આગળ નીકળી ગઈ છે. અને ‘આપ’નો વિરોધ હવે ભાજપને ભારે પડી રહ્યો હોય તેવું હાલ લાગી રહ્યું છે.
પેપર લીક કૌભાંડ મુદ્દે AAP નાં કાર્યકર્તાઓ ગાંધીનગર ખાતે આવેલા કમલમમાં વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા હતા. જયાં વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હતી. જેમાં ભાજપના મહિલા મોરચા દ્વારા આપ નેતા ઇસુદાન ગઢવી વિરુધ્ધ ગંભીર આક્ષેપ મૂકવામાં આવી રહ્યા છે.
ભાજપના મહિલા મોરચા જણાવ્યા અનુસાર આપના નેતાએ ભાજપની મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરી હતી. આપ ના નેતા અને કાર્યકરોએ ભાજપની મહિલા કાર્યકરો સાથે ઝપાઝપી કરી હતી. તો સાથે નશાની હાલતમાં મહિલાઓની છેડતી કરી હોવાના પણ આરોપ મૂકવામાં આવ્યા છે.
આપને જણાવી દઇએ કે, આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે AAP નાં કાર્યકર્તાઓ પેપર લીક મુદ્દે ગાંધીનગરનાં કમલમ ખાતે ચેતવણી પત્ર આપવા માટે પહોંચ્યા હતા. AAPનાં કાર્યકર્તાઓ શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. પરંતુ AAP નાં કાર્યકર્તાઓ પહોંચી રહ્યા હોવાની પહેલાથી જ જાણ હોય તેમ પોલીસ મોટી સંખ્યામાં ત્યા હાજર હતી અને આ વિરોધ પ્રદર્શનને શાંત કરવા માટે તેમણે AAP નાં કાર્યકર્તાઓ સાથે ઝપાઝપી કરી હતી. આ દરમિયાન ઘણા AAP કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત થયા હતા.
આ દરમિયાન ઘટના સ્થળે આમ આદમી પાર્ટીનાં પ્રદેશ નેતા ઈશુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા આમ આદમી પાર્ટીનાં યુવા પ્રદેશ પ્રમુખ પ્રવિણ રામ વિગેરે હાજર હતા.
ગાંધીનગર / AAP કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી, જાણો આ મામલે શું કહે છે AAP કોર્પોરેટર તુષાર પરીખ
National / માલ્યા અને નીરવની મિલકતો વેચીને કેટલી વસૂલાત થઈ ? જાણો
