Not Set/ ગુજરાતમાં 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ 31 ડિસેમ્બર સુધી લંબાવાયો …..

ગુજરાત સરકારે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર મનપા વિસ્તારમાં રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે.

Top Stories Gujarat

ગુજરાતમાં કોરોનાના કેસમાં  ઘટાડો થતાં  જ ગુજરાત સરકારે રાત્રિ કરફ્યુ સહિતના નિયંત્રણો હળવા કર્યા છે. ગુજરાત રાજ્યમાં કોરોના માટેના નિયંત્રણો અંગેની ગાઈડ લાઈન આજે જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 31મી ડિસેમ્બર સુધી નાઇટ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. ગુજરાત સરકારે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર મનપા વિસ્તારમાં રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે.

આ  પણ વાંચો :ગાંધીનગર / આપ નેતા ઇસુદાન ગઢવીએ અમારી છેડતી કરી છે, BJP મહિલા નેતાઓના ગંભીર આરોપ

રાજ્યમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે ઓમિક્રોનના નવા આઠ કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં ત્રણ, સુરતમાં બે, રાજકોટમાં એક, આણંદમાં એક, ગાંધીનગરમાં એક કેસ નોંધાયો હતો. આ સાથે રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસનો આંકડો 15 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં જામનગરમાં ત્રણ, વડોદરામાં બે, મહેસાણામાં એક, આણંદમાં એક, સુરતમાં ત્રણ, અમદાવાદમાં ત્રણ, રાજકોટમાં એક અને ગાંધીનગરમાં એક ઓમિક્રોનનો કેસ નોંધાયા છે.

આ પણ  વાંચો ;ગાંધીનગર / AAP કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી, જાણો આ મામલે શું કહે છે AAP કોર્પોરેટર તુષાર પરીખ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51 કેસ નોંધાયા છે,જ્યારે અમદાવાદમાં 18 કેસ વડોદરામાં 10 કોરોનાના કેસ નોંધાયા છે.જ્યારે કોરોનાને માત આપીને સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારોથઇ રહ્યો છે,છેલ્લા 24 કલાકમાં 55 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે .ગુજરાતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 571ને પાર થઇ છે,કુલ કોરોનાના કેસની સંખ્યા 8,28,056છે અને રાજ્યમાં કોરોનાને માત આપીને સાજા થનાર કુલ દર્દીઓની સંખ્યા 8,17,874થઇ છે.