પોતાના નિવેદનોને કારણે વારંવાર વિવાદોમાં રહેતા ભારતીય જનતા પાર્ટીનાં ભોપાલનાં સાંસદ સાધ્વી પ્રજ્ઞા ફરી એકવાર વિપક્ષનાં નિશાના પર આવી ગયા છે. આ વખતે તે ક્રિકેટ રમવાને લઇને વિપક્ષનાં નિશાના પર આવયા છે.
આ પણ વાંચો – Tellywood / સ્મૃતિ ઈરાનીની દીકરીએ બોયફ્રેન્ડ સાથે કરી સગાઈ, ટીવીની તુલસીએ જમાઈને જાહેરમાં આપી આવી ચેતવણી
જણાવી દઇએ કે, ભોપાલનાં શક્તિનગર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર પહોંચેલી સાધ્વી પ્રજ્ઞા સમર્થકોની બોલિંગ પર બેટિંગ કરતી જોવા મળી હતી. સાધ્વી પ્રજ્ઞા ‘જય શ્રી રામ’ અને ‘વંદે માતરમ’નાં નારા વચ્ચે જોરદાર બેટિંગ કરતી હતી, જો કે કોંગ્રેસે તેમની આ ક્રિકેટર સ્ટાઈલ પર ટોણો માર્યો હતો. જણાવી દઇએ કે, માલેગાંવ બ્લાસ્ટ કેસમાં જામીન પર છૂટેલા ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરનો એક વીડિયો ચર્ચામાં આવ્યો છે. આ વીડિયોમાં તે ક્રિકેટ રમતા જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે આરોગ્યનાં કારણોસર જામીન પર બહાર છે. આ વીડિયો મધ્યપ્રદેશનાં ભોપાલનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. લગભગ એક મિનિટનાં વીડિયોમાં ભગવા કપડા પહેરેલા નેતાઓ ભોપાલનાં શક્તિ નગર વિસ્તારમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પર બેટ પકડીને જોવા મળે છે. આ દરમ્યાન એક વ્યક્તિ બોલિંગ કરતો જોવા મળે છે. સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર બેટ વડે ખૂબ જ સરળતાથી પોતાના બોલને ફટકારી રહી છે. વળી, ત્યાં ઉભેલા લોકો તાળીઓ પાડતા અને ઉત્સાહિત જોવા મળે છે. જણાવી દઈએ કે, માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાંસદે કોર્ટની સુનવણીથી દૂર રહેવાની વિનંતી કરી હતી, જેમા તેમણે ખરાબ તબિયતનો ઉલ્લેખ કર્યો હતો. આ માટે વિપક્ષે તેમને ઘણી વખત નિશાન બનાવ્યા છે.
कबड्डी-बॉस्केटबॉल के बाद अब भोपाल सांसद @SadhviPragya_MP क्रिकेट खेलती नज़र आई @ndtv @ndtvindia pic.twitter.com/6xEYuhw1Vy
— Anurag Dwary (@Anurag_Dwary) December 26, 2021
આ પણ વાંચો – Photos / બોલિવૂડ અભિનેત્રી કરતાં પણ વધુ લોકપ્રિય છે આ માસૂમ બાળકી, આજે તે ટીવીની સૌથી મોટી હિરોઈન છે, જાણો શું નામ છે?
ટીકાકારોનું કહેવું છે કે, તાજેતરમાં વાયરલ થયેલા વીડિયોમાં ભાજપનાં સાંસદે કોઈ નબળાઈ દર્શાવી નથી. તે ઓક્ટોબરમાં નવરાત્રિની ઉજવણીમાં ગરબા ડાન્સ કરતા પણ જોવા મળ્યા હતા. થોડા દિવસો પછી, તે ભોપાલમાં બાસ્કેટબોલ રમતા જોવા મળ્યા હતા. તે ઓક્ટોબરમાં ભોપાલનાં એક મેદાનમાં મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડીની મજા માણતી જોવા મળી હતી.
