Recipe/ શિયાળામાં આ રીતે ઘરે જ બનાવો ખજૂર પાક, નોંધીલો રેસીપી….

શિયાળામાં આપણે ત્યાં જાતજાતના વસાણાઓ બનવાના શરૂ થઈ ચુક્યા છે. નાનેરા કે મોટેરા સૌ કોઈને ભાવે તેવા પાક શિયાળામાં દરેક ઘરમાં બનતા જ હોય છે

Food Lifestyle

શિયાળામાં આપણે ત્યાં જાતજાતના વસાણાઓ બનવાના શરૂ થઈ ચુક્યા છે. નાનેરા કે મોટેરા સૌ કોઈને ભાવે તેવા પાક શિયાળામાં દરેક ઘરમાં બનતા જ હોય છે. ખાસ તો સ્વાદના શોખીનો માટે શિયાળો આવે એટલે મજા પડી જાય છે.  કડકડતી ઠંડીને ઉડાડી દેવા સ્વાદિષ્ટ ખજૂર પાક સાંભળતા જ મોંમા પાણી આવી ગયુ ને તો રાહ કોની જુઓ છો આજે જ બનાવો સ્વાદિષ્ટ એવો ખજૂર પાક.

સામગ્રી

100 ગ્રામ – ખજૂર
2 ચમચી – ઘી
100 મીલી – દૂધ
1 બાઉલ – સૂકો મેવો (કાજૂ, બદામ, પિસ્તા)
જરૂરિયાત મુજબ – વરખ

ખજૂર પાક બનાવવાની સરળ રીત

સૌપ્રથમ ખજૂર સુધારી લો. થોડું દૂધ ઉમેરીને મીકસરમાં ક્રશ કરી લો. હવે એક નોનસ્ટિક કડાઈમાં એક ચમચી જેટલું ઘી ગરમ કરો. તેમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરીને સાંતળવુ. તે પછી તમે તેમા સૂકો મેવો પણ ઉમેરી શકો છો. હવે તે ઘટ્ટ થાય પછી ઘી ઉમેરીને ઠારી દેવું. થોડું ઠંડુ પડે એટલે વરખ લગાવીને કટ કરી લેવું. ત્યાર બાદ એરટાઈટ ડબ્બામાં ભરી લેવુ.