ગુજરાત/ સુરેન્દ્રનગર જિલ્લાની 333 શાળાઓમાં 33.800 વિધ્યાર્થીઓને રસી આપવાની કામગીરી શરૂ..

કેટલીક વિદ્યાર્થીની રડી પડી, તો કેટલાક વાલીઓ એમના બાળકોને રસી આપવા તૈયાર પણ ન થઈ

Gujarat

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે 3જી જાન્યુઆરી સોમવારથી 15થી 18 વર્ષના બાળકોને રસી આપવાની આરોગ્ય વિભાગ દ્વારા મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતુ. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી અને સરકારી શાળાના 15થી 18 વર્ષના સુરેન્દ્રનગર જિલ્લાની 33,800 વિદ્યાર્થીઓને રસી આપવાની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના 680 કર્મચારીઓ આ અભિયાનમાં જોડાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાની વિવિધ સ્કુલોની મુલાકાત લઇ ગ્રાઉન્ડ રીપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં આજે વહેલી સવારે 9 વાગ્યાથી વિદ્યાર્થીઓને વેક્સીન આપવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં શ્રી સુરજમલજી હાઇસ્કુલમાં પ્રાંત કલેક્ટર રૂતુરાજ જાદવ, મામલતદાર કે.એસ.પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.રાજકુમાર રમણ અને હાઇસ્કુલના આચાર્ય ઉપેન્દ્રભાઇ સથવારા સહિત આરોગ્ય અને શિક્ષણ વિભાગના સહિયારા પ્રયાસથી બપોરે 12 વાગ્યા સુધીમાં 350થી વધુ વિદ્યાર્થીઓને કો વેક્સીન રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જેમાં કેટલીક વિદ્યાર્થીનીઓ વેક્સીન લેતા ડરીને રડી પડી હતી, તો કેટલાક વાલીઓ એમના બાળકોને રસી આપવા તૈયાર ન થયા હોવાની વિગતો સામે આવી હતી.

આ અંગે અર્બન હેલ્થ ઓફિસર ડો.સ્મિતાબેન પરમારે જણાવ્યું કે, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીની શ્રી સુરજમલજી હાઇસ્કુલમાં 15થી 18 વર્ષના એટલે કે 2004થી 2007 વચ્ચે જન્મેલા બાળકોને કોરોના વેક્સીનેશનની કામગીરી પુરજોશમાં ચાલુ છે. જ્યારે શ્રી સુરજમલજી હાઇસ્કુલમાં 1025 વિદ્યાર્થીઓને આજે રસીકરણ કરવામાં આવશે પાટડીની 6 સ્કુલો અને 2 કોલેજો મળી કુલ 2135 વિદ્યાર્થીઓને સાંજના પાંચ વાગ્યા સુધીમાં કો વેક્સીન રસી આપવામાં આવશે.

જ્યારે આ અંગે શ્રી સુરજમલજી હાઇસ્કુલના આચાર્ય ઉપેન્દ્રભાઇ સથવારાએ જણાવ્યું કે, સવાર 9 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં હાઇસ્કુલના 350 જેટલા વિદ્યાર્થીઓને કોરોના વેક્સીન આપવામાં આવી છે. ‍આ હાઇસ્કુલના કુલ 960 વિદ્યાર્થીઓમાંથી 20 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓ પોતાના બાળકોને રસી આપવા તૈયાર નહોંતા થયા. હાલ એમને પણ સમજાવવાની કોશીશ ચાલુ જ છે. જ્યારે આ અંગે રસી લેનારા હાઇસ્કુલના વિદ્યાર્થી કિરણ પરમારે જણાવ્યું કે, આજે અમારી શાળામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં શરૂઆતમાં વિદ્યાર્થીઓમાં કોરોના રસી લેવામાં થોડો ડર હતો. બાદમ‍ાં પ્રાંત કલેક્ટર રૂતુરાજસિંહ જાદવે હાઇસ્કુલમાં પોતાની દિકરીને કોરોનાની રસી લેવડાવી પ્રોત્સાહન પુરૂ પાડતા બાદમાં શાળ‍‍ાન‍ા તમામ વિદ્યાર્થીઓએ કોરોન‍‍ા રસીકરણની ક‍ામગીરીમાં ઉત્સાહભેર ભ‍ાગ લીધો હતો. અને જે લોકોએ કોરોનાની રસી હજી સુધી ન‍‍ા લીધી હોય એ તમામ વ્યક્તિ ઝડપથી કોરોનાની રસી લઇ લે એન‍‍ા પર શ‍ાળાન‍‍ા વિદ્યાર્થી કિરણ પરમારે ભાર મૂક્યો હતો.