પ્રથમ દિવસે બન્ને તાલુકાની શાળાઓમાં આરોગ્યની ૨૩ ટીમ દ્રારા વેક્સીન આપવામાં આવી હતી..
રાજ્ય સરકાર દ્રારા ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોનાની વેક્સીન આપવાની મંજુરી મળી હતી. જેમાં આજથી ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને વેક્સીનેશન કરવાની શરૂઆત થયેલ હતી. ઉના ગીરરગઢડા તાલુકા આરોગ્ય વિભાગ દ્રારા તાલુકાની શાળાઓમાં પ્રથમ દિવસે ૩૪૭૬ છાત્રોને વેક્સીન આપવામાં આવી હતી. જેમાં ઉના તાલુકામાં ૧૩૮૯૦ નો ટાર્ગેટ હોય જેમાં પ્રથમ દિવસે શાળામાં અભ્યાસ કરતા ૭૨૨૫ છાત્રોને વેક્સીન આપી હતી. તેમજ ગીરગઢડા તાલુકામાં ૪૦૬૯ નો ટાર્ગેટ હોય જેમાં શાળાના ૮૩૪ છાત્રોને વેક્સીન આપવામાં આવી હતી. આમ ઊના ગીરગઢડા તાલુકામાં ૧૫ થી ૧૮ વર્ષના તમામ વિદ્યાર્થીઓને પોતાની શાળામાંજ કોરોનાની રસી આપવામાં સફળ રહ્યા હતા.
ગીરગઢડા ખાતે 15 થી 18 વર્ષનાં વિદ્યાર્થીઓને કોરોના વિરોધી રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત ગીરગઢડાના અભિનવ વિદ્યા મંદિર ખાતે ગામના સરપંચ કરસનભાઈ ભાલીયા, ડો. ઝણકાત, આચાર્ય રત્નેશભાઈ જોષી, સિનિયર શિક્ષાક રઘુભાઈ બારડ તેમજ અન્ય કર્મચારીઓની હાજરીમાં દિપ પ્રાગટયથી શરૂઆત કરવામાં આવી હતી.
આ તકે બાળકોને યોગ્ય માર્ગદર્શન આપી અને વાલીઓને જરૂરી જાણકારી આપી હતી. 500 થી વધુ બાળકોનું યોગ્ય રીતે રસીકરણ થયું હતું. તેમજ ઉનાના સામતેર પ્રા. શાળામાં અભ્યાસ કરતા ધો.૧૧, ૧૨ ના છાત્રોને વેક્સીનેશન કરવામાં આવેલ જેમાં માધ્યમિક શાળાના ૩૧૭ અને ઉચ્ચ માધ્યમિકના શાળાના ૧૧૪ આમ કુલ ૪૩૧ છાત્રોએ વેક્સીન લીધી હતી. અને શાળામાં શિક્ષકોએ બાળકોને જાગૃતિ લાવી હતી. અને આરોગ્ય સ્ટાફ દ્રારા જહેમત ઉઠાવી વેક્સીનની કામગીરીને સફળ બનાવેલ હતી.
ઊના ગીરગઢડા તાલુકામાં ૩૪૭૬ છાત્રોનું વેક્સીનેશન થયુ..
ઊના ગીરગઢડા તાલુકાની આરોગ્ય વિભાગની ૨૩ ટીમ દ્રારા તમામ શાળાઓમાં જઇ ૧૫ થી ૧૮ વર્ષની ઉંમરના છાત્રોને પ્રથમ વેક્સીનનો ડોઝ આપવામાં આવેલ. જેમાં પ્રથમ દિવસે ૩૪૭૬ છાત્રોનું વેક્સીનેશન થયેલ હતું.
