કહેવાય છે ને કે શીખવું હોય તો કોઇપણ ઉંમર નાની નથી હોતી તેમ 60 વર્ષનાં જોની અંકલ પણ એક આવો જ એટીટ્યુડ ધરાવે છે. મૂળ યુપીનાં રહેવાસી અમદાવાદમાં પોતાનું ગુજરાન ચલાવવા માટે આવ્યા હતા પરંતુ તેમની પાસે કોઈ પણ પ્રકારે ભણતરની ડીગ્રી ન હોવાથી તેમને કોઈપણ પ્રકારે કામ ન મળ્યું.
આ પણ વાંચો – કોરોનાની અસર / હાઇકોર્ટમાં 45 લોકો આવ્યા કોરોના પોઝિટિવ, HC સહિત રાજ્યની તમામ કોર્ટ ઓનલાઈન કાર્યવાહી કરશે
જો કે ધગશ અને ઉત્સાહ એટલો હતો કે, કોઈપણ કામ તેમના માટે નાનું ન હતું. જ્યારે અમદાવાદમાં 1990 ની સાલથી ગુજરાત યુનિવર્સિટીની બહાર ચણા ચોર ગરમ વેચીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને સાથે જ પોતાના પરિવારનું પણ ગુજરાન ચલાવી રહ્યા છે. 1990થી ગુજરાત યુનિવર્સિટીની બહાર તેઓ દરેક વિદ્યાર્થીઓને ચણાચોર ગરમ વેચીને લોકો માટે મોટિવેશનનું કાર્ય કરે છે. અત્યાર સુધી હજારો વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી ભણીને બહાર ગયા પરંતુ યુનિવર્સિટીનાં રસ્તેથી જો કોઈ વિદ્યાર્થી નીકળે છે, તો ચોક્કસથી જોની અંકલ માટે રોકાઈ જાય છે. ક્યારે પણ સ્કૂલે ન ગયેલા જોની અંકલ લોકોની ભાષા સાંભળી સાંભળીને અંગ્રેજી બોલતા શીખ્યા અને લોકોની સાથે અંગ્રેજીમાં વાત કરતા શીખ્યા છે. હંમેશા હસતા રહેતા એવા આ જોની અંકલ લોકો માટે પ્રેરણારૂપ બન્યાં છે કારણ કે હંમેશા હસતા રહેતા આ જોની અંકલ વિદ્યાર્થીઓ માટે એક મોટીવેશન પણ બન્યા છે.
આ પણ વાંચો – સાવધાન! / વડોદરામાં ઓમિક્રોનનાં વધુ 5 નવા કેસ નોંધાયા, કતરથી પરત ફરી મહિલા મળી આવી પોઝિટિવ
સામાન્ય રીતે એવું હોય છે કે લોકો શાળામાં ભણ્યા બાદ અંગ્રેજી બોલતા શીખ્યા હોય છે પરંતુ લોકોનું સાંભળીને ભાષા શીખ્યા બાદ તેઓ કડકડાટ અંગ્રેજીમાં લોકો સાથે વાતચીત કરે છે અને રોજનાં 500 થી 600 રૂપિયા જેટલું કમાય છે જે તેમના પરિવાર માટે આશીર્વાદ બને છે. ક્યારે માત્ર 50 રૂપિયામાં ચણાચોર ગરમ વેચતા આ જોની અંકલ યુનિવર્સિટીનાં રોડ ઉપર લોકો માટે એક અલગ જ ઓરા બનાવે છે.
