Not Set/ દિયોદર ના કુવાતા થી મકડાલ ઉદયપુરા જતા કાચા માર્ગને લઈ શાળાએ જતા વિઘાથીઓ પરેશાન

. ગુજરાત સરકાર દ્વારા દરેક તાલુકાના ગામડાને વિકાસશીલ ગામડા વનાવવા માટે કાચા માર્ગને પાકા બનાવવામાં આવ્યા છે. પરંતુ હજુ કેટલાય એવા વિસ્તાર છે જે માર્ગને લઈ સ્થાનિક લોકોની સાથે અભ્યાસ અર્થે આવતા વિઘાથીઓ ને અને લોકોને અવર જવર માટે ભારે પરેશાની વેઠવી પડેછે. દિયોદર તાલુકાના કુવાતા થી મકડાલા ઉદયપુરા પ્રાથમિક શાળા તરફ જતો રસ્તો ૩ […]

Gujarat Others
.
ગુજરાત સરકાર દ્વારા દરેક તાલુકાના ગામડાને વિકાસશીલ ગામડા વનાવવા માટે કાચા માર્ગને પાકા બનાવવામાં આવ્યા છે. પરંતુ હજુ કેટલાય એવા વિસ્તાર છે જે માર્ગને લઈ સ્થાનિક લોકોની સાથે અભ્યાસ અર્થે આવતા વિઘાથીઓ ને અને લોકોને અવર જવર માટે ભારે પરેશાની વેઠવી પડેછે.
દિયોદર તાલુકાના કુવાતા થી મકડાલા ઉદયપુરા પ્રાથમિક શાળા તરફ જતો રસ્તો ૩ કીમી અંતરના માર્ગ ઘણા સમયથી કાચો માર્ગ છે. જેમાં માર્ગ ની આજુ બાજુ ૧૦૦ થી વધુ ખેતરો આવેલા છે જેમાં ખેતરોના રહેવાસી ઓને ૨૫ જેવા આદિવાસી ભિલો ના ઘર આવેલ છે જે લોકો જણાવી રહ્યા છે કે આ કુવાતાથી મકડાલા ઉદયપુરા પ્રાથમિક શાળા નો માર્ગ કાચો છે પાકો કરવામાં આવે તો અમારા બાળકો શાળા માં ભણવા જઈ શકે તેમ છે અને જો કુવાતા થી ઉદયપુરા પ્રાથમીક શાળા અથવા લવાણા અને પાલડી જવા ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે જોકે કોઈ તાત્કાલિક ઇમરજન્સી હોયતો ૧૦૮ એમ્બ્યુલન્સ પણ આવી સકતી નથી અને કોઈ પ્રાઇવેટ સાધન પણ ચાલી શકતા નથી એટલુંજ નહિ પણ કાચો માર્ગ હોવા થી લોકોને ભારે મુશ્કેલી વેઠવવી પડે છે આ બાબતે સ્થાનિક લોકો એ પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી કેશાજી ચૌહાણ તથા વર્તમાન ઘરાસભ્ય શિવાભાઈ ભુરિયા સમક્ષ રજૂઆત લકરવામાં અવિ છે અગાઉ પણ અનેક વખત રજુઆત કરાઈ છે પણ આજ દિન સુધી કોઈજ નિવારણ આવ્યું નથી.
સ્થાનિક આગેવાનો એ જણાવ્યું  કે આમાં એ પૂર્વ ધારાસભ્ય કેશાજી ચૌહાણ ને રજુઆત કરી હતી અને કેશાજી ચૌહાણ સાહેબે લોકો ની રજુઆત સાંભળી હતી અને ડોક્યુમેન્ટ ના કાગળો લઇ ને અને તેમનણે આશ્વાસન આપ્યું હતું કે જલ્દી આ રસ્તો પાકો બનાવી આપીશ  દરમ્યાન આ માર્ગ ને પાકો બનાવવા મંજૂરી મળી  છે  આ રસ્તો કાચો  છે જેના કારણે અભ્યાસ અર્થે આવતા વિઘાથીઓ ને ભારે મુશ્કેલી વેઠવી પડે છે જ્યારે સ્થાનિકો દ્વારા કહેવામાં આવે છે  કે શું તંત્ર દ્વારા યોગ્ય ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે