Not Set/ ગુજરાતના વધુ એક નેતા થયા કોરોના સંક્રમિત, જાણો હવે કોણ આવ્યું પોઝિટિવ

પંચાયત રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા કોરોના પોઝિટિવ આવ્યા છે. સામાન્ય લક્ષણો જણાતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. આ સિવાય ભાજપના વધુ એક દિગ્ગજ નેતા..

Gujarat Others
કોરોના પોઝિટિવ
  • રાજ્ય સરકારના વધુ એક મંત્રીને કોરોના
  • પંચાયત રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાને કોરોના
  • સામાન્ય લક્ષણો જણાતા કોરોના ટેસ્ટ કરાવ્યો
  • અગાઉ હર્ષ સંઘવીને પણ થયો હતો કોરોના

ગુજરાતમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. એક પછી એક ગુજરાતી કલાકારો અને નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે આવામાં વધુ એક નેતા કોરોનાનો શિકાર બન્યા છે. પંચાયત રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા કોરોના પોઝિટિવ આવ્યા છે. સામાન્ય લક્ષણો જણાતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. આ સિવાય ભાજપના વધુ એક દિગ્ગજ નેતા પણ કોરોના સંક્રમિત થયા છે.

આ પણ વાંચો :ગણદેવીમાં પિતા-પુત્રીએ અંબિકા નદીમાં ઝંપલાવી ટૂંકાવ્યું જીવન

તેમણે ટ્વીટ કર્યુ હતું કે, આજરોજ મને કોરોનાના સામાન્ય લક્ષણો જણાયા બાદ મે કોરોના ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટરે મને આરામ કરવાની સલાહ આપી છે. મારી તબિયત સારી છે. છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રો, શુભેચ્છકોને સ્વેચ્છાએ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરુ છું. જણાવી દઇએ કે બ્રિજેશ મેરજા તેમના મંત્રી નિવાસસ્થાને હોમ ક્વોરન્ટાઇનમાં છે.

જણાવી દઇએ કે વજુભાઇ વાળાએ કોરોનાના સામાન્ય લક્ષણો દેખાતા ટેસ્ટ કરાવ્યો હતો. તેઓ કોરોના સંક્રમિત થયા બાદ હોમ ક્વોરન્ટાઇનમાં છે. આ ઉપરાંત તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવા અપીલ કરી છે. અગત્યનું છે કે તાજેતરમાં જ વજુભાઈએ બૂસ્ટર ડોઝ લીધો હતો જેને લઈને તેમણે વડાપ્રધાન મોદીનો ખાસ કરીને આભાર માન્યો હતો.

ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ભાજપ અને કોંગ્રેસના મળીને કુલ 14 ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે. અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હર્ષ સંઘવી તકેદારીના ભાગરૂપે હોમ આઇસોલેટ થયા હતા. નોંધનીય છે કે હર્ષ સંઘવી અગાઉ પણ કોરોના પોઝિટીવ આવ્યા હતા.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10,019  કેસ નોંધાયા છે. બીજી તરફ 4831  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,40,971 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 92.73 ટકાએ પહોંચ્યો છે.રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  2 મોત થયા. આજે 38,446 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : રાજયમાં આગામી 3 થી 4 દિવસ ઠંડીનો પારો પટકાશે, લોકોને કાતિલ ઠંડીમાઠી મળશે રાહત

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 3090, સુરત કોર્પોરેશનમાં 2986,  વડોદરા   કોર્પોરેશનમાં 1274,  રાજકોટ કોર્પોરેશનમાં 296, સુરતમાં 273, ભાવનગર કોર્પોરેશનમાં 225, વલસાડમાં 183, ગાંધીનગર કોર્પોરેશનમાં 142, નવસારીમાં 140, ભરૂચમાં 118, મહેસાણામાં 104, કચ્છમાં 101, વડોદરામાં 99, જામનગર કોર્પોરેશનમાં 79, રાજકોટમાં 77, અમદાવાદમાં 74, સાબરકાંઠામાં 70, ખેડામાં 69, આણંદમાં 65, પાટણમાં 65, ગીર સોમનાથમાં 56, જૂનાગઢ કોર્પોરેશનમાં 49, અમરેલીમાં 44, ગાંધીનગરમાં 38, મોરબીમાં 38, બનાસકાંઠામાં 37, પંચમહાલમાં 31. ભાવનગરમાં 30, દાહોદમાં 27, સુરેન્દ્રનગરમાં 27, દેવભૂમિ દ્વારકામાં 24, પોરબંદરમાં 23, તાપીમાં 18, જામનગરમાં 14, મહીસાગરમાં 13, નર્મદામાં 7, ડાંગમાં 6, જૂનાગઢમાં 3, અરવલ્લીમાં 2, છોટા ઉદેપુરમાં 2 કેસ નોંધાયા છે. જ્યારે બોટાદમાં છેલ્લા 24 કલાકમાં એક પણ કેસ નોંધાયો નથી.

આ પણ વાંચો : ઉત્તરાયણની રાતે ગામડી ચોકડી પાસે હિટ એન્ડ રનમાં પતિ-પત્નીનું મોત

આ પણ વાંચો :પોરબંદરમાં બે જૂથ હિંસક અથડામણ, ફાયરિંગમાં બે લોકોના મોત

આ પણ વાંચો :અતુલ સ્ટેશના રેલ્વે ટ્રેક પર રાજધાની એક્સપ્રેસને ઉથલાવવાનો પ્રયાસ, જાણો શું છે સમગ્ર મામલો