મનોરંજન/ ઈંગ્લેન્ડને એશિઝમાં હરાવી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ કરી બિયર પાર્ટી, લોકોએ કરી પોલીસમાં ફરિયાદ

એશિઝમાં ઈંગ્લેન્ડ સામેની ઐતિહાસિક જીત બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ જીતની ઉજવણીમાં ડૂબી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ આ સીરીઝમાં ઈંગ્લેન્ડને 4-0થી હરાવ્યું હતું. હોબાર્ટમાં રમાયેલી અંતિમ ટેસ્ટ મેચની જીત બાદ ફોટો સેશન દરમિયાન શેમ્પેઈન સેલિબ્રેશન પણ કરવામાં આવ્યું હતું.

Sports
ખેલાડીઓની પાર્ટી

એશિઝમાં ઈંગ્લેન્ડ સામેની ઐતિહાસિક જીત બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ જીતની ઉજવણીમાં ડૂબી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ આ સીરીઝમાં ઈંગ્લેન્ડને 4-0થી હરાવ્યું હતું. હોબાર્ટમાં રમાયેલી અંતિમ ટેસ્ટ મેચની જીત બાદ ફોટો સેશન દરમિયાન શેમ્પેઈન સેલિબ્રેશન પણ કરવામાં આવ્યું હતું, જે ઉસ્માન ખ્વાજાનાં કારણે કેપ્ટન દ્વારા અટકાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો – IPL / ઓસ્ટ્રેલિયા સામે સતત હાર બાદ ઈંગ્લેન્ડનાં આ ખેલાડીઓ નહી રમે IPL 2022 ટૂર્નામેન્ટ

આપને જણાવી દઈએ કે, ઉસ્માન શેમ્પેઈન સેલિબ્રેશનથી દૂર ઉભો હતો, તે સમયે કેપ્ટને પરિસ્થિતિને સમજીને શેમ્પેઈનની ઉજવણી બંધ કરી દીધી અને ઉસ્માનને સામેલ કર્યો. વિજયની રાત્રિની ઉજવણીમાં ટીમ તમામ નિયમો ભૂલી ગઈ હતી અને સવારનાં સાડા છ વાગ્યા હતા. જ્યારે પોલીસ આવી ત્યારે તેઓ ભાનમાં આવ્યા અને પાર્ટી અટકાવી દીધી. જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયા ટીમનાં કેટલાક ખેલાડીઓ હોટલમાં પાર્ટી કરવા ગયા હતા. સોમવારે સવારે, નાથન લાયન, એલેક્સ કેરી અને કેટલાક અન્ય ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ બીયર પાર્ટી કરી રહ્યા હતા. પાર્ટી સવારે 6.30 વાગ્યા સુધી ચાલી ત્યારે પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસે સંગીત અને ઘોંઘાટ વિશે પણ બધાને ચેતવણી આપી હતી. પોલીસનાં કહેવાની સાથે જ તમામ ખેલાડીઓએ પાર્ટીને પાછી ઠેલવી પડી હતી.

https://www.instagram.com/reel/CY00CEEB5t_/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો – Cricket / વિરાટનાં Captaincy છોડવાના નિર્ણય બાદ આફ્રિદીએ કરી ચોંકાવનારી કોમેન્ટ

આ પાર્ટીમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ ઉપરાંત ઈંગ્લેન્ડનાં કેપ્ટન જો રૂટ, જેમ્સ એન્ડરસન પણ હાજર રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાનાં માર્નસ લાબુશેને પણ આ ઉજવણીની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. હોટલની બાલ્કનીમાં લાંબા સંગીતનાં કારણે લોકોએ પોલીસમાં ફરિયાદ કરી હતી. સવારે 6 વાગ્યે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પાર્ટીને અટકાવી દીધી હતી. જો કે આ મામલે કોઈપણ ખેલાડી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.