- પ્રેમી પંખીડાનો બસમાંથી મળ્યા મૃતદેહ
- રાધનપુરથી બેઠેલા પ્રેમી પંખીડાએ ઝેરી દવા પીધી
- કંડક્ટરે પોલીસ અને 108માં કરી જાણ
- સિવિલ સત્તાવાળાઓ બંનેને મૃત જાહેર કર્યા
- પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
ગુજરાતમાં અવાર-નવાર યુવક-યુવતી ના મૃતદેહ મળ્યા હોવાની ઘટના સામે આવતી રહે છે. તમે સાંભળ્યું હશે કે કેનાલમાંથી યુવક-યુવતી ના મૃતદેહ મળ્યા અથવા તો ઝાડ સાથે લટકતા મૃતદેહ મળ્યા. પરંતુ ડીસામાંથી યુવક-યુવતી ના મૃતદેહ કેનાલ કે ઝાડ સાથે લટકતા નહીં પરંતુ ST બસમાંથી મળી આવ્યા છે. આ ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો :લગ્ન પ્રસંગે આવેલા યુવાન તીક્ષણ હથિયાર વડે હુમલો કરી ઉતાર્યો મોતને ઘાટ
આપને જણાવીએ કે ડીસામાં ST બસમાંથી યુવક-યુવતી ના મૃતદેહ મળતા ડીસા પોલીસ દોડતી થઈ છે. બંને યુવક-યુવતી રાધનપુરથી અંબાજી જતી બસમાં બેસ્યા હતા. GJ18 Z2085 નંબરની બસ અંબાજી જઈ રહી હતી. ત્યારે ડીસા પહોંચતા જ બસના કંડક્ટરે યુવક-યુવતીને જગાડ્યા હતા. પરંતુ બંને ઉઠ્યા ન હતા. જેથી બસના કંડક્ટરે પોલીસને જાણ કરી 108 દ્વારા બંન્નેને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સિવિલના તબીબોએ બંન્ને યુવક-યુવતીને મૃત જાહેર કર્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમા સામે આવ્યુ કે, માંડવી-અંબાજી બસમાં રાધનપુરથી બેઠેલા યુવક-યુવતીએ બસમાં ઝેરી દવા ગટગટાવીને મોત વ્હાલુ કર્યુ હતું. પોલીસે બંન્ને મૃતકોના મૃતદેહોને પોસમોર્ટમ અર્થે ખસેડી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :જામનગરમાં ઘેટા ચરાવતા વૃદ્ધ પર અજાણ્યા શખ્સોએ હુમલો કરી ઉતાર્યા મોતને ઘાટ
આ પણ વાંચો :વિશ્વ પ્રસિદ્ધ ગુરુ આશ્રમ બગદાણા ખાતે સંત શ્રી બજરંગદાસ બાપાની પુણ્યતિથિની સાદગી પૂર્વક ઉજવણી કરાઈ
આ પણ વાંચો :રાજકોટમાં સિટી બસ રસ્તા વચ્ચે સળગી ઉઠી જોકે બે મુસાફરોનો આબાદ બચાવ થયો
