Helth/ શરીરમાં દેખાય આ લક્ષણ તો થઇ શકે છે કિડનીનું કેન્સર

કેન્સર એ એક ગંભીર રોગ છે, જે શરીરના કોઈપણ ભાગમાં થઇ શકે છે. કિડની એ આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે, તેથી કિડનીનું કેન્સર ખૂબ જોખમી માનવામાં આવે છે

Health & Fitness Lifestyle

કેન્સર એ એક ગંભીર રોગ છે, જે શરીરના કોઈપણ ભાગમાં થઇ શકે છે. કિડની એ આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે, તેથી કિડનીનું કેન્સર ખૂબ જોખમી માનવામાં આવે છે. જો કે, કિડનીનો કેન્સર થાય તે પહેલાં, શરીર કેટલાક સંકેતો આપે છે, જે ઓળખવા અને તે યોગ્ય સમયે તપાસ કરાવવા માટે મહત્વપૂર્ણ છે. કિડનીનું કેન્સર કોઈને પણ થઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે વધારે વજન ધરાવતા લોકો કે સિગારેટ પીતા અને બીડી વધારે પીતાં લોકોને તેનું જોખમ વધારે હોય છે.

લક્ષણો સરળતાથી જોવા મળતાં નથી

કિડની એ શરીરનો એક આંતરિક ભાગ હોવાથી, તમે તેને જોઈ શકતા નથી, તેને સ્પર્શ પણ કરી શકતા નથી. આથી જ કિડની કેન્સર સરળતાથી શોધી શકાતું નથી. આ ઉપરાંત, કિડનીમાં સમસ્યા થતા ખૂબ સામાન્ય સંકેતો દેખાય છે, જેને લોકો શરૂઆતમાં અવગણતા હોય છે. આ જ કારણ છે કે જ્યારે લોકો છેલ્લા ત્રીજા અથવા ચોથા તબક્કે પહોંચ્યા પછી કિડનીના કેન્સરનું નિદાન કરે છે, ત્યારે સારવાર મુશ્કેલ બને છે અને કેટલીક વાર તે વ્યક્તિનું મૃત્યુ પણ થાય છે.

લક્ષણો..

કિડની કેન્સરનું સૌથી સામાન્ય લક્ષણ પેશાબ (યુરિન) થી રક્તસ્ત્રાવ થવો છે. જો કે પેશાબ સાથે લોહી અન્ય ઘણી બીમારીઓમાં પણ આવે છે, પરંતુ જો આવું થાય, તો તેની તપાસ કરાવી જ લેવી જોઇએ. આ સિવાય, અન્ય લક્ષણો પણ દેખાય છે જેમ કે કમર અને પેટના નીચેના ભાગમાં દુ:ખાવો થવો, પેટમાં અથવા પીઠના ભાગમાં ગાંઠ અથવા ભારે વસ્તુ અનુભવવી, વારંવાર તાવ, રાત્રે સૂતી વખતે પરસેવો આવે છે. થાક અને સુસ્તી, અંદરથી બીમારી લાગે છે, પ્રયત્ન કર્યા વિના વજન ઓછું થવું અને પગ તથા અંગૂઠામાં સોજો રહે.

તપાસ કેવી રીતે થાય

જ્યારે કિડનીના કેન્સરના સામાન્ય લક્ષણો દેખાય છે, ત્યારે ડોક્ટર તપાસ કરે છે, જેથી કેન્સરની પુષ્ટિ થઈ શકે. આ માટે યુરિન ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, અલ્ટ્રાસાઉન્ડ, સીટી સ્કેન અને એમઆરઆઈ વગેરેની તપાસ કરી શકાય છે. આ સિવાય કિડનીના કેન્સર વિશેની સૌથી સચોટ માહિતી બાયોપ્સી દ્વારા આપવામાં આવે છે કારણ કે આ પરીક્ષણમાં, કિડનીમાંથી એક નાની પેશી કાઢીને માઇક્રોસ્કોપ દ્વારા તપાસવામાં આવે છે.

સારવાર

કિડનીના કેન્સરની તપાસ પર, ડોકટરો પહેલા શોધી કાઢે છે કે કેન્સર કયા તબક્કે છે. આ સાથે, તે પણ નક્કી કરવામાં આવે છે કે કિડની સિવાય કેન્સર આગળ કયા ભાગોમાં ફેલાયું છે. આ સારવાર શરૂ થયા પછી કિડની કેન્સરની સારવાર સામાન્ય રીતે રેડિયેશન, કીમોથેરાપી અને સર્જરી દ્વારા કરવામાં આવે છે.