Lifestyle/ વજન ઘટાડો, બોનસ મેળવો…ટૅક કંપનીની અનોખી પહેલ!! જાણો, ‘વેઇટ લૉસ જર્ની’ના પ્લાન અને શરતો વિશે…

નવાઇની વાત એ છે કે, કંપનીની શરત મુજબ આ હરિફાઇમાં સામેલ થનારા પ્રતિયોગીનું જો ફરીથી વજન વધી જાય તો કંપની ઇનામની રકમથી દોઢ ગણી રકમ દંડ…

Trending Health & Fitness Lifestyle

Lifestyle: દુનિયાભરના લોકો સ્થૂળતા (Obesity)ની સમસ્યા સામે ઝઝૂમી રહ્યાં છે. ભારત (India)પણ આમાં પાછળ નથી. આ માટે પી એમ મોદીએ પણ લાલ કિલ્લા પરથી જનતાને અપીલ કરવી પડી છે. સ્થૂળતાને એક સમસ્યા તરીકે સ્વીકારીને એક ચાઇનીઝ ટૅક કંપનીએ પોતાના ત્યાં કામ કરનારા લોકોને વજન ઓછું કરવા બદલ 1 મિલિયન યુઆન (1 Million Yuan)એટલે કે આશરે 1.24 કરોડ રુપિયા બોનસ (Bonus) તરીકે આપવાનું એલાન કર્યું છે. આ માટે કંપનીએ બોનસ પૂલ પણ જાહેર કર્યો છે. ચાઇનીઝ ટૅક કંપની (Chinese Tech Company)ની આ પહેલની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઓ થઇ રહી છે.

કૅમેરા અને એક્શન ગિયર બનાવવા માટે જાણીતી ‘ઇન્સ્ટા 360’ (Insta 360)ના નામથી ચર્ચિત શેન્ઝંન સ્થિત ‘વિઝન ઇન્ક કંપની’ એ વધુમાં વધુ કર્મચારીઓને હૅલ્ધી લાઇફસ્ટાઇલ (Healthy Lifestyle) જીવવા માટેની પ્રેરણા આપવા માટે ‘મિલિયન યુઆન વેઇટ લૉસ ચેલેન્જ’ ના નામથી એક પહેલનો પ્રારંભ કર્યો છે.

આ ચૅલેન્જ (Weight Loss Challenge)માં ભાગ લેવાના નિયમો ઘણા સરળ છે. જે કર્મચારી આ પ્રતિયોગીતામાં ભાગ લેવા માંગતા હોય એ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. દરેક અડધો કિલો વજન ઓછું કરવા બદલ 500 યુઆન એટલે કે આશરે 6,200 રુપિયા મળશે.

શું છે કંપનીની શરત

નવાઇની વાત એ છે કે, કંપનીની શરત મુજબ આ હરિફાઇમાં સામેલ થનારા પ્રતિયોગી (Participant)નું જો ફરીથી વજન વધી જાય તો કંપની ઇનામ (Prize)ની રકમથી દોઢ ગણી રકમ અર્થાત્ 800 યુઆન એટલે લગભગ 9,920 રુપિયા દંડ વસૂલશે!!

આ તે કેવી શરત?!!

જો કોઇ પ્રતિયોગી પોતાનું અડધો કિલો વજન ઓછું કરે તો એને 1000 યુઆન એટલે કે લગભગ 12,400 રુપિયા મળશે. પણ આમાં ‘ખાટલે મોટી ખોડ’ એ છે કે, જો પ્રતિયોગીનું વજન ફરીથી 1 કિલો વધી ગયું તો એને 1,600 યુઆન એટલે કે આશરે 19,841 રુપિયાનો દંડ (Fine) આપવો પડે છે! જો કે હજુ સુધી કોઇ પણ કર્મચારી (Employee)એ દંડ ભર્યો નથી.

જેન-ઝી કર્મચારીએ જીત્યા 20 હજાર યુઆન

ચાઇનીઝ ટેક કંપની છેલ્લાં ઘણા વર્ષોથી ‘મિલિયન યુઆન વેઇટ લૉસ ચેલેન્જ’ ચલાવી રહી છે. આ વર્ષની વિશેષતા એ છે કે, એક જેન-ઝી (Gen-Z) કર્મચારી જી યાકીએ એમાં ભાગ લીધો હતો અને માત્ર 90 દિવસોમાં જ 20 કિલો વજન ઓછું કર્યું હતું. આ માટે કંપની દ્વારા જી યાકીને વેઇટ લૉસ ચેમ્પિયન નો ખિતાબ પણ એનાયત કરવામાં આવ્યો છે અને સાથે-સાથે 20,000 યુઆન એટલે કે લગભગ 2.48 લાખ રુપિયાની રોકડ રકમ પણ ઇનામમાં આપી છે.

જી યાકી એ 90 દિવસમાં 20 કિલોગ્રામ વજન ઓછું કરવા અંગે જણાવતા કહ્યું હતું કે, “મિલિયન યુઆન વેઇટ લૉસ ચેલેન્જ દરમિયાન એણે તદ્દન શિસ્તબદ્ધ રીતે દરરોજ દોઢ કલાક વ્યાયામ (Exercise) કર્યો હતો તથા નિયંત્રિત આહાર લીધો હતો. મારું માનવું છે કે, આ મારા જીવનની સૌથી સારી ચેલેન્જ છે જેમાં હું સ્વયંને સર્વશ્રેષ્ઠ બનાવી શકું છું. આ પડકાર સુંદરતાનો નહિં પરંતુ, સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ (Health Awareness)ને લગતો છે.”

શું છે ‘મિલિયન યુઆન વેઇટ લૉસ ચેલેન્જ’?

‘મિલિયન યુઆન વેઇટ લૉસ ચેલેન્જ’ વિશે કંપનીના પ્રવકતાએ આપેલી માહિતી અનુસાર, આ ચેલેન્જ દ્વારા અમારો આશય એક સ્વસ્થ જીવનશૈલીને ઉત્તેજન આપવાનો છે અને અમારા કર્મચારીઓ કામ ઉપરાંત પોતાની હૅલ્થ પર પણ ધ્યાન આપે એ માટે એમને પ્રોત્સાહિત કરવાનો છે. કર્મચારીઓ આમાં ઉત્સાહભેર ભાગ લઇ રહ્યાં છે અને કાર્ય વિષયક માહોલ પણ સકારાત્મક (Positive) બન્યો છે.

કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ (Social Media Users) દ્વારા કર્મચારીઓના સ્વાસ્થ્ય વિશેની કંપનીની સભાનતાને વખાણવામાં આવી છે તો કેટલાકે વજન વધે એનો દંડ વસૂલવાના કંપનીના પગલા પર સવાલ ઉઠાવ્યો છે!!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડાપ્રધાન મોદી આ સુપર ફૂડને વર્ષમાં 300 દિવસ ખાય છે! એ છે પોષણનો ખજાનો, ‘મખાના’..!

આ પણ વાંચો: યુવાનો માટે વધુ પ્રોટીન જોખમી, બોડી બિલ્ડર બનશો પણ કિડની ખરાબ કરશો…!!